સ્પાઇસ જેટના કર્મચારીઓ સામે સુરતના નોકરીયાતની ચોરીની ફરિયાદ

ફરિયાદી નરેશ મયાણી શહેરના જાણીતા ડાયમંડ કિંગ સવજી ધોળકિયાના હરે કૃષ્ણા એક્સપોર્ટ કમ્પનીના HR વિભાગમાં નોકરી કરે છે, તેમની બેગ દિલ્હી-સુરત ફ્લાઇટમાંથી ખોવાઈ જતાં ફરિયાદ નોંધાવી છે.

News18 Gujarati
Updated: October 20, 2019, 8:14 PM IST
સ્પાઇસ જેટના કર્મચારીઓ સામે સુરતના નોકરીયાતની ચોરીની ફરિયાદ
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: October 20, 2019, 8:14 PM IST
પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : શહેરના ડુમસ પોલીસ સ્ટેશનમાં (Dummas Police station Surat) સુરત ઍરપૉર્ટ તેમજ દિલ્હી ઍરપૉર્ટ (DelhiAirport) ખાતેના સ્પાઇસજેટ (Spicejet) માં ફરજ બજાવતા જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓ (Employeees) વિરુદ્ધ ફરિયાદ (Complaint) નોંધવામાં આવી છે. દિલ્હીથી સુરત આવી રહેલા સુરતના0 યાત્રીનું બેગ ચોરાઈ જતા યાત્રીઓ સ્પાઈસ જેટના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી છે. કોઈ યાત્રીએ flightના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોય તેવી સુરતઍરપૉર્ટ પર આ પહેલી ઘટના હશે.

સુરતઍરપૉર્ટ ફરી ચર્ચામાં આવ્યું છે. દિલ્હી થી સુરત સ્પાઇસ જેટ પ્લેન નંબર SG8475માં સુરત પરત આવેલા યાત્રીએ સ્પાઈસ જેટના કર્મચારીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. યાત્રીની ફરિયાદ અનુસાર સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીના કારણે તેની બેગ ચોરાઈ ગઈ છે જે અંગે તેણે સુરત અને દિલ્હી ઍરપૉર્ટ પર ફરજ બજાવતા સંબંધિત સ્પાઈસ જેટના અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો :  ગૃહમંત્રીની સુચનાથી પોલીસ ભાજપને જીતાડવા દારૂની ખેપ મારે છે : ચાવડા

સુરતથી દિલ્હી જવા માટે રવાના થયેલા નરેશ મયાણી શહેરના જાણીતા ડાયમંડ કિંગ સવજી ધોળકિયા ના હરે કૃષ્ણા એક્સપોર્ટ કમ્પની ના HR વિભાગમાં નોકરી કરે છે. તેઓએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેની બેગ ઉપર ક્રિષ્ના એક્સપોર્ટ તથા ક્રિષ્ના ડાયમંડ જ્વેલરી જેવી જાણીતી કંપનીના ટેગ લાગેલો હતો તેમજ સ્પાઇસજેટ ના કર્મચારીઓ દ્વારા સ્કેનિંગ મશીનમાં તેમની વસ્તુઓ જોઈ હતી જેથી કર્મચારીઓને જાણ હતી કે બેગમાંથી કીમતી વસ્તુઓ મળી આવી શકે, જેથી તેઓના જવાબદાર તમામ કર્મચારીઓ એકબીજાના મેળાપીપણામાં આ કૃત્ય કર્યું હોય શકે છે.

ફરિયાદી મુજબ બેગમાં આઇ પોર્ટ બ્લૂટૂથ, એપલ ફોન, રોકડા અને કંપનીના બહુ જ અગત્યના દસ્તાવેજો હતા જે ચોરાઈ ગયા છે, જેની કુલ કિંમત 96 હજાર હતી. ખોવાયેલી બેગ વેપારીની હેન્ડ બેગ હતી. જોકે, વજન 8.50 કિલો હોવાથી કર્મચારીઓએ તેને લગેજ માં નાખવા કીધું હતું.
First published: October 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...