સુરત : તાપી નદીમાં મોતની છલાંગ બાદ બચવા માટે કર્યા અનેક પ્રયાસ અંતે પાણીમાં થયો ગરકાવ


Updated: July 16, 2020, 12:10 PM IST
સુરત : તાપી નદીમાં મોતની છલાંગ બાદ બચવા માટે કર્યા અનેક પ્રયાસ અંતે પાણીમાં થયો ગરકાવ
વીડિયોમાંથી લીધેલી તસવીર

યુવાને તાપી નદીમાં મોતની છલાંગ તો મારી પણ બચવા માટે ઘણો સંઘર્ષ કર્યા બાદ યુવાન પાણીમાં ગરકાવ થયો હતો.

  • Share this:
સુરત : કોરોના વાયરસની મહામારી વચ્ચે સુરતમાં (Surat) ડાયમંડ ઉધોગ (Diamond industry) સાથે જોડાયેલા લોકો બેકાર બનતા સતત આર્થિક સંકડામણ અનુભવવવાથી આપઘાતનાં (Suicide) અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે ગતરોજના એક યુવાને આવી જ રીતે તાપી નદીમાં મોતની છલાંગ તો મારી પણ બચવા માટે ઘણો સંઘર્ષ કર્યા બાદ યુવાન પાણીમાં ગરકાવ થયો હતો.

ગતરોજ સાંજે એક યુવાને આપઘાત માટે તાપી નદીમાં ઝપલાવ્યુ હતું. જોકે આ ઘટના બાદ સ્થાનિક લોકો જોતજોતામાં ભેગા થઇ ગયા હતા. આ યુવાનએ આવેશમાં આવીને આપઘાત માટે મોતની છલાંગ તો મારી પણ પોતાનો જીવ બચવા માટે સતત સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. લોકો સતત બચવા માટે બૂમો પડતા જોવા મળ્યા હતા અને આ યુવાન જોત જોતામાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

જોકે, આ મામલે સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણકારી આપતા ફાયર વિભાગ પણ બનાવવાળી જગ્યા પર પોંહચીને યુવાનની શોધખોળ શરૂ કરી હતી. પણ આ યુવાનની કોઈ ભાળ મળી ન હતી. યુવાન પાણીમાં ગરકાવ થવાનો વિડીયો સોશિયલ મીડિયામાં હલામાં વાયરલ થયો છે.

આ પણ વાંચો - ભરૂચ: કોરોનાના શંકાસ્પદ દર્દીનો મૃતદેહ એક કલાક રઝળ્યો, અંતે પરિવાર રિક્ષામાં લઇ ગયો

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા પણ સરથાણા અને મોટા વરાછા વિસ્તારને જોડતા સવજી કોરોટ બ્રિજ પર એક યુવાન આપઘાત માટે તાપી નદીમાં જંપલાવે તે પહેલાં તેને લોકોએ પકડી પાડી બચાવી લીધો હતો.

આ પણ જુઓ - 

સુરતમાં કોરોના લઇને સતત બંધ રહેલા ડાયમંડ ઉધોગના કારણે અહીંયા કામ કરતા રત્નકલાકાર છેલ્લા લાંબા સમયથી બેકાર બન્યા છે. ત્યારે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા આવા રત્નકલાકર આવેશમાં આવીને આપઘાત સુધીના પગલાં ભરતા હોય છે. ત્યારે ભૂતકાળમાં આવી ઘટના ખાસ કરીને તાપી નદી પર આવેલા સરથાણા અને મોટા વરાછાને જોડતા બ્રિજ પર વધુ બનતી હોવાને લઈને તંત્ર દ્વારા અહીંયા ગ્રીલ ફિટ કરવામાં આવી છે.

આ પણ વાંચો - અટલાદરાનાં સ્વામી પાસેથી સસ્તામાં ડોલર અપાવવાની લાલચ આપી બે ઠગોએ ખેડૂત સાથે કરી છેતરપિડી
Published by: Kaushal Pancholi
First published: July 16, 2020, 12:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading