સુરત : સગાઈ બાદ સગીરા સાથે શરીર સંબંધ બાંધી લગ્નનો કર્યો ઇન્કાર, લફરાબાજ યુવક સામે પોલીસ ફરિયાદ


Updated: September 19, 2020, 9:05 AM IST
સુરત : સગાઈ બાદ સગીરા સાથે શરીર સંબંધ બાંધી લગ્નનો કર્યો ઇન્કાર, લફરાબાજ યુવક સામે પોલીસ ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

સુરતના લાલગેટ પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ થતા યુવક ઝડપાયો, સગાઈ બાદ જ્યારે સગીરાને માલુમ પડ્યું કે યુવકના અનેક ઠેકાણે ચક્કર ચાલે છે ત્યારે સંબંધોમાં પડી તિરાડ

  • Share this:
સુરતના લાલગેટ વિસ્તારમાં હિંદુમાંથી મુસ્લિમ ધર્મ અંગિકાર કરનાર યુવકે સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધી  તેની સાથે લગ્ન કરવા માટે પહેલાં સગાઈ કરી હતી. સગાઈ કર્યા પછી તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ યુવકે લગ્નનો ઇનકાર કરતા સગીરાએ યુવક વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ધરપકડ કરી છે.

સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં આવેલ શાહપોર ખાતે રહેતી યુવતી ને એક યુવક સાથે આંખ મળી જતા પ્રેમ સબધ બંધાયો હતો. જોકે સગીરા સાથે યુવાને લગ્ન પ્રસ્તાવ મુક્તા સગીરા એ થોડા મહિના પહેલા આ જૈમીન અશોક ઉર્ફ મોહમદ અરહાન  સાથે મુસ્લિમ રીતિ રિવાજ મુસિબ સગાઈ કરી હતી.

આ પણ વાંચો :  સુરત : બૂટલેગર રાકેશ પર જીવલેણ હુમલો થતા ફાયરિંગ, ગેંગવોરનાં ફિલ્મી દૃશ્યો સર્જાયા

જોકે, સગાઈના બીજા દિવસે યુવાને સગીરા ને પોતાના વેસુ ખાતે આવેલા ઘરે લઇ જેણે તેની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સબધ બાંધ્યો હોવાની કેફિયત આપી. જોકે ત્યાર બાદ આ યુવક સગીરાને ફરવાના બહાને અનેક વખત પોતાની સાથે લઇ ગયા બાદ તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.

આ પણ વાંચો :  અમદાવાદ : ટીન્ડર એપથી યુવતી સાથે મિત્રતા કરી વેપારી રૂમમાં ગયા, 20 લાખની હનીટ્રેપમાં ફસાયા

જોકે આ સગીરા ને એક દિવસ ખબર પડી કે આ યુવક આ અનેક યુવતી સાથે ફોન પર વાત કરે છે અને અનેક યુવતી સાથે તેનું અફેર છે જેને લઈને સગીરા એક દિવસ યુવાનને પૂછતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને સગીરા સાથે સગાઈ તોડી નાખી હતી અને વડોદરા ખાતે રહેતા માતા પિતા સાથે રહેવા જતો રહ્યો હતો.

જોકે સગીરા દ્વારા આ યુવકને અનેક વખત ફોન કરતા યુવક લગ્ન ન કરવાનું જણાવતા સગીરા એ આ યુવકે તેને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાં માટે કહીને તેનું શારીરિક શોષણ કર્યું હતું. જેને લઈને સગીરા દ્વારા લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરાની બળાત્કારની ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Jay Mishra
First published: September 19, 2020, 9:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading