Home /News /south-gujarat /

સુરત : વિચિત્ર ઘટના, 200 રૂપિયાની ઉઘરાણીમાં મિત્રએ માર મારતા યુવકે ચાકૂના ઘા મારી કર્યો આપઘાત

સુરત : વિચિત્ર ઘટના, 200 રૂપિયાની ઉઘરાણીમાં મિત્રએ માર મારતા યુવકે ચાકૂના ઘા મારી કર્યો આપઘાત

પ્રતિકાત્મક તસવીર

સુરતમાં રૂપિયાની ઉઘરાણી મામલે એક બબાલ થતી અથવા એક બીજા પર જીવલેણ હુમલાની ઘટના બનતી હોય છે પરંતુ આ કિસ્સો જાણીને ભલભલાના રૂવાંડા ઊભા થઈ જાય!

સુરતમાં એક અજીબો ગરીબ ઘટના બની હતી મિત્ર પાસેથી લીધેલા ઉછીના 200 રૂપિયા માટે મિત્રએ ઊઘરાણી કરતાં પહેલાં બંને મિત્ર વચ્ચે થયેલી માથાકૂટ બાદમાં ઉછીના રૂપિયા આપનાર મિત્રએ ઉછીના રૂપિયા લીધા તે મિત્રને મારતા આવેશમાં આવીને ઉછીના રૂપિયા લેનાર મિત્રએ પોતાના પેટમાં ચપ્પુ મારી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપ શરુ કરી છે. સુરતમાં રૂપિયાની ઊઘરાણી મામલે એક બબાલ થઈ હોય અથવા એક બીજા પર જીવલેણ હુમલાની ઘટના બનતી હોય છે. પણ આજે એકે એવી ઘટના બની છે તે જાણીને ભલભલાના રુંવાડા ઊભા થઈ જાય.

સુરતના લીંબાયત ખાતે આવેલ  ગણેશ નગરમાં સપના પાન સેન્ટરની સામે રહેતો 35 વર્ષિય ગણેશ પાંડુરંગ કોળી બેકાર જીવન ગુજારતો હતો.  જોકે રૂપિયાની જરૂર હોવાને લઈને તેને તેના મિત્ર પ્રેમ પાસેથી થોડા સમય પહેલા રૂપિયા 200 ઉછીના લીધા હતા જોકે આ રૂપિયા આપ્યા બાદ પ્રેમ દ્વારા ઊઘરાણી શરુ કરવામાં આવી હતી પણ ગણેશ આપતો ન હોવાને લઇને ગતરોજ આ મામલે પ્રેમ અને ગણેશ વચ્ચે પહેલાં બબાલ શરુ થઈ હતી ત્યાર બાદ મામલો મારમારી સુધી પહોંચી ગયો હતો.

આ પણ વાંચો :  સુરત : વિનસ હૉસ્પિટલમાં મહિલાનું મોત, પ્રજ્ઞા ચક્ષુ દીકરીએ રડતા રડતા કહ્યું, 'ન્યાય આપો'

રૂપિયા માટે પહેલા પ્રેમ દ્વારા ગણેશને માર મારવામાં આવ્યો હતો અને બંને વચ્ચે એક બીજા પર પથ્થર મારો પણ થયો હતો. જોકે ગણેશને માર મારવામાં આવ્યો હતો જેની અદાવત રાખીને ગણેશે પોતાની રૂમમાં ચપ્પુ લેવા ગયો હતો   તે ચપ્પુ લઇને પ્રેમને મારવા માટે આવતા ત્યાં સુધીમાં પ્રેમ ભાગી છૂટ્યો હતો. જેના કારણે તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગુસ્સામાં પોતાના પેટમાં જ ચપ્પુ મારી દઇ આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચો :  સુરત : 'યે હોસલા કેસે ટૂટે', Lockdownમાં એંજિનિયર બેકાર થયો, ગુજરાન માટે આલુપુરીનો ધંધો શરૂ કર્યો

આ મામલે પોલીસને જાણ થતા પોલીસે બનાવ વાળી જગ્યાએ જઈ અને ઘટનાની તપાસ કરી અને ગુનો નોંધ્યો છે. જોકે, આ બનાવમાં જો ખરેખર મૃતકે પોતાની જાતને ચપ્પુ મારી લીધું હોય તો તે રૂવાંડા ઊભા કરી નાંખતી ઘટના છે. સુરત શહેરના લેબરોના વિસ્તારમાં ઘણા ઝઘડાઓ રોજ બનતા હોય છે પરંતુ આ ગુનો ખૂબ વિચિક્ષ કહી શકાય તેવો છે. ત્યારે પોલીસ પણ મામલના મૂળ સુધી પહોંચીને યોગ્ય કાર્યવાહી કરે તે આવશ્યકત છે.
Published by:Jay Mishra
First published:

Tags: Debt, Surat police, આત્મહત્યા, ગુનો, સુરત

આગામી સમાચાર