સુરત : યુવકને FBમાં આંબાની કલમો વેચવાનું ભારે પડ્યું, રૂપિયાની ઠગાઈનો ચેતવણીરૂપ કિસ્સો

સુરત : યુવકને FBમાં આંબાની કલમો વેચવાનું ભારે પડ્યું, રૂપિયાની ઠગાઈનો ચેતવણીરૂપ કિસ્સો
પ્રતિકાત્મક તસવીર

ફોનમાં ઓનલાઇ QR કોડથી પેમેન્ટ કરતાં કે લેતા પહેલાં ચેતજો, લાગલગટ બે દિવસ સુધી મૂળ અમરેલીના યુવાનને ગઠિયાઓ છેતરી પૈસા ખંખેરી લીધા

  • Share this:
લોકડાઉન ખૂલતા ની સાથે ઓનલાઇન ઠગાઈની ઘટના પણ સામે આવી રહી છે. ત્યારે સુરતના એક યુવાને  આંબાની કલમ વેચવા ફેસબુક ઉપર જાહેરાત મૂકી હતી. તેના આધારે નાગપુરના એક વ્યક્તિએ ફોન કરી પોતાની ઓળખ આર્મીમેન તરીકે આપી કલમો ખરીદવા માટે એડવાન્સ પેમેન્ટ આપવું છે કહીને પોતાની સાથે રહેલ ઠગની મદદ આ યુવાનનો   ફોન પે અને ગુગલ પેમાં ક્યુઆર કોડ સ્કેન કરાવતા તેના એકાઉન્ટમાંથી રૂ.71,000 ઉપડી ગયા હતા.જોકે યુવાને પોતે છેતરાયો છે તેવું માલમ પડતા તાતકાલિક પોલીસ મથકે દોડી જઈને આ મામલે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

મૂળ અમરેલીના સાવરકુંડલામાં ઠવી ગામમાં આંબાવાડી ધરાવતા અને સુરતના  કાપોદ્રા નીલકંઠ સોસાયટી ઘર નં.83 માં રહેતા 30 વર્ષીય રાકેશભાઈ કનુભાઈ ધડુક ઈછાપોર ખાતે હરેકૃષ્ણ એક્ષ્પોર્ટમાં નોકરી કરે છે. રાકેશભાઈની વતનમાં આંબાવાડી હોય તેમણે આંબાની કલમ વેચવા માટે ફેસબૂક ઉપર જાહેરાત મૂકી હતી.ગત 20 મે ના રોજ સવારે રાકેશભાઈ ઘરે હાજર હતા ત્યારે એક અજાણ્યા નંબર ઉપરથી તેમના ઉપર એક કોલ આવ્યો હતો અને કોલ કરનારે પોતાની ઓળખ નાગપુરના આર્મીમેન દત્તારામ તરીકે આપી કલમો ખરીદવા વાત કરી હતી. રાકેશભાઈએ વ્હોટ્સએપ ઉપર મોકલેલા ફોટા જોઈ દત્તારામે મારે કલમો ખરીદવા માટે એડવાન્સ પેમેન્ટ આપવું છે પરંતુ મને ઓનલાઇન પેમેન્ટ આવડતું નથી તેમ કહી એક નંબર આપી મારા ભાઈ સુનિલ સાથે વાત કરો તેમ કહ્યું હતું.

આ પણ વાંચો :  સુરત : 'ચલક ચલાણું, ઓલે ઘરે ભાણું,' વિદેશથી આવેલા યાત્રીઓને ક્વૉરન્ટીન કરવા ખો-ખોની રમત

જેથી સુરત યુવાન રાકેશભાઈએ તે નંબર ઉપર વાત કરતા સુનિલે ફોન પે ની વિગતો માંગી રૂ.20,000 ટ્રાન્સફર કરું છું તેમ કહેતા રાકેશભાઈએ ફોન પે ચાલુ કર્યું હતું. ત્યાર બાદ સુનિલે પેમેન્ટ માટે મોકલેલો ક્યુઆર કોડ સ્કેન કરવા છતાં કોઈ રકમ જમા થઇ ન હતી. આથી સુનિલે ફરી મોકલેલા ક્યુઆર કોડને સ્કેન કરતા જ તેમના એકાઉન્ટમાંથી રૂ.5000 કપાઈ ગયા હતા.

સુનિલે તરત જ કોઈ પ્રોબ્લેમ છે કહી ગુગલ પે ચાલુ કરાવી ક્યુઆર કોડ મોકલતા રાકેશભાઈએ ચાર વખત સ્કેન કરતા તેમના એકાઉન્ટમાંથી રૂ.20,000, રૂ.20,000, રૂ.5000 અને રૂ.1000 મળી કુલ રૂ.46,000 કપાઈ ગયા હતા. રાકેશભાઈએ સુનીલને પૂછ્યું હતું કે મારા એકાઉન્ટમાં પૈસા જમા થવાને બદલે કેમ કપાઈ છે  ત્યારે સુનિલે કોઈ ભૂલ થાય છે તેમ કહી કલાક પછી તમારા ખાતામાં પૈસા આવી જશે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.

જોકે બીજા દિવસે પણ રૂપિયા નહિ આવતા ફરી સુરતના યુવાને આ સુનિલ ને ફોન કરતા  તેણે ફરી ક્યુઆર કોડ મોકલી કહ્યું હતું કે તેને સ્કેન કરશો તો બધી રકમ પરત આવશે. રાકેશભાઈએ તે સ્કેન કરતા ફરી તેમના એકાઉન્ટમાંથી રૂ.20,000 કપાઈ ગયા હતા. જોકે રૂપિયા આવાની જગ્યા પર કપાઈ જતા સુરત ના યુવાને સુનિલ ને કહેતા સુનિલે મારા ખાતામાં રૂપિયા આવ્યા નથી આવે એટલે આપી દેવાનું કહીને ફોન કાપી નાખીયો હતો.

આ પણ વાંચો :   સુરત : લૉકડાઉનના લીધે આર્થિક સંકડામણ અનુભવતા પ્લમ્બરે તાપીમાં લગાવી મોતની છલાંગ

ત્યારે સુરતના યુવાને ખબર પડી ગઈ હતી કે આર્મી મેન અને તેનો ભાઈ ઠગ છે અને તેની સાથે છેતરપિંડી કરી છે જેને લઇને આ બંનેવ ઈસમો વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકે દોડી જેણે ફરિયાદ કરી હતી જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
First published:June 05, 2020, 16:50 pm

ટૉપ ન્યૂઝ