Google-Pay વાપરતા હોવ તો સાવધાન, ઠગે સુરતના વેપારીને લિંક મોકલી પૈસા પડાવ્યા!

News18 Gujarati
Updated: November 12, 2019, 4:52 PM IST
Google-Pay વાપરતા હોવ તો સાવધાન, ઠગે સુરતના વેપારીને લિંક મોકલી પૈસા પડાવ્યા!
પ્રતિકાત્મક તસવીર

Google-Pay પર પેમેન્ટ ચુકવવાના બહાને લિંક મોકલી ઠગબાજે 60,000 રૂપિયા સેરવી લીધા

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરત (Surat) શહેરના અડાજણ (Adajan) ઓનલાઇન ધંધો કરતા હીરાના વેપારીના પુત્રને ઠગબાજે 100 હેલ્મેમેટ (Helmet) ખરીદવાની વાત કરી તેનું ઓનલાઇન પેમેન્ટ Google-Pay પરથી ચૂકવી આપવાનું કહ્યું હતું. જોકે, પેમેન્ટ આપવાના બહાને ઠગબાજે લિંક મોકલી અને મોકલી વેપારીના ખાતા માંથી 60 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દેતા વેપારી હચમચી ગયા હતા. Google-Pay વાપરનારા ગ્રાહકો માટે આ કિસ્સો શબક શીખવા જેવો છે.

બનાવની વિગત એવી છે કે શહેરના અડાજણ મકનજી પાર્ક સોસાયટી શિખર એપાર્ટમેન્ટમાં રહેતા રીતીન શાહ હીરાના ધંધા સાથે સંકળાયેલા છે અને મહિધરપુરા જદાખાડી ખાતે ઓફિસ ધરાવે છે. રીતીનભાઈનો પુત્ર પ્રણય કુમાર ઓનલાઇન ધંધો કરે છે પ્રણય કુમારને ગત તારીખ ૨૯ સપ્ટેમ્બરના રોજ સવારે એક અજાણ્યાનો ફોન આવ્યો હતો અને પોતાનું નામ અંકિત મહેશ્વરી આપી 100 હેલ્મેટ ખરીદવાની વાત કરી હતી જેથી પ્રણય કુમાર હેલ્મેટના રૂપિયા 80 હજાર થશે અને તેનું પેમેન્ટ પેટીએમથી ચુકવવાની વાત કરી હતી.

આ પણ વાંચો :   દિલ્હી બાદ હવે અમદાવાદની હવા પણ ઝેરી થઈ, દિવાળી બાદ વાયુ પ્રદૂષણમાં વધારો

જોકે ઠગ અંકિતે પેમેન્ટ Google-Pay પરથી ચુકવવાનું કહી પ્રણય કુમારને એક લિંક મોકલી હતી જે લિંક પર ઓકે કરતા જ બે તબક્કામાં પ્રણયકુમારના ખાતામાંથી 30-30હજાર મળી કુલ રૂપિયા 60,000 ટ્રાન્સફર થઇ ગયા હતા બનાવ સંદર્ભે પ્રણય કુમારે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી મોબાઇલ નંબરના આધારે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :  અમદાવાદ : દાગીના જોવાના બહાને સોનાની ચોરી કરતું ઠગ દંપતી ઝડપાયું

બે તબક્કે પૈસા આવશે કેવું કહી સેરવી લીધા
Loading...


ઠગ અંકિતની મોડ્સ ઑપરેન્ડી ચોંકવનારી હતી, તેણે વેપારી પ્રણય કુમારને જણાવ્યું હતું કે તમારા એકાઉન્ટમાં એક લિંક આવશે જેમાં ઓકે કરવાથી બે તબક્કે 30-30 હજાર રૂપિયા જમા થઈ જશે. જોકે, આ લિંક પર ઓકે કરતાં જ વેપારીના ખાતમાંથી 30-30 હજાર જમા થવાના બદલે ઉધાર થઈ ગયા હતા.

 
First published: November 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...