સુરત ના છેવાડે આવેલ કુંભારીયા ગામ ખાતે જૈનો વર્ષો જુના મામલા એ લઇને કે યુવાનને ગ્રામજનો દ્વારા ઢોર માર મારની ઘટના સામે આવી છે. જોકે યુવાને માર મારવાની ઘટના નજીકના સીસીટીવ માં કેદ થયા છતાંય આ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા બાદ પણ પોલીસે આ યુવાનનની ફરિયાદ નોંધવામાં મામલે 24 કલાક જેટલો વિલંબ કર્યો હતો. જોકે પોલીસે ફરિયાદ તો લીધી પણ તપાસ અથવા આરોપી ધરપકડ ન કરતા વિવાદ થયો છે. સમગ્ર ઘટનાના ફિલ્મી સીસીટીવી ફૂટેજ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
બનાવની વિગત એવી છે કે સુરતના છેવાડે આવેલ કુંભારીયા ગામ ખાતે રહેતા એક ખેડૂતને ગ્રામ જાણો દ્વારા ગતરોજ હાજરમાં લાકડાના ફટકા વડે માર મારવામાં આવ્યો હતો. જોકે આ મારામારી પાછળ જમીન વિવાદ છે. હિતેશ ભાઈ વાઘેલાની 8 વિઘાજમીન જે પૂર્વજોની છે તેના પર તેમના પિતરાઈ ભાઈ દ્વારા કબજો કરવામાં આવ્યો છે.
જોકે આ મામલે હિતેશ ભાઈએ વર્ષ 2016માં કોર્ટમાં કેસ કર્યો છે પણ આ કેસ હાલમાં ચાલી રહ્યો છે, ત્યારે હિતેશભાઈ આ જમીન મૂકીને જતા રહે તે માટે પિતરાઈ ભાઈ અને ગ્રામજનો દ્વારા ગતરોજ ઘર નજીક ગાડી લઈને ઉભા હતા ત્યારે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
જોકે આ હુમલાને લઈને તેમને ગંભીર ઇજા પણ થવા પામી હતી. જોકે, હિતેશ ભાઈને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના નજીકના સીસીસ ટીવી માં કેદ થઇ જવા પામી હતી. જોકે ઇજાગ્રસ્ત હિતેશ ભાઈની પહેલાં તો ફરિયાદ લેવામાં આવી નહોતી. આ સમગ્ર મામલાના સીસીટી ફૂટેજ કોઈ ફિલ્મના ફાઇટ સીન જેવા છે. સુરતમાં તહેવારોમાં જ ખૂની ખેલ ખેલાતા પોલીસે દાખવેલી નિષ્કાળજી પણ સામે આવી હતી.જોકે, ઇજાગ્રસ્ત વાઘેલાને મૂઢ માર સાથે જીવલેણ ઇજાઓ પહોંચતા તેમને સારવાર આપવામાં આવી રહી છે.
સુરત શહેરમાં તહેવારોમાં પણ લોહિયાળ ધીંગાણાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે આ મામલે સત્ય શું છે તે તો પોલીસ તપાસના અંતે જ જાણી શકાશે પરંતુ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પણ ખૂબ વાયરલ થયા છે. સીસીટીમાં ટોળામાં દ્વારા ભોગ બનનારને ઢોર માર મારવામાં આવ્યો હોવાનું જોવા મળે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર