સુરત : કતારગામમાં પૈસા માંગવા આવેલી પ્રેમિકાને પ્રેમીએ માર માર્યો, પ્રેમીઓના ઝઘડાએ માઝા મૂકી

સુરત : કતારગામમાં પૈસા માંગવા આવેલી પ્રેમિકાને પ્રેમીએ માર માર્યો, પ્રેમીઓના ઝઘડાએ માઝા મૂકી
કતારગામ પોલીસ સ્ટેશન

અમદાવાદમાં બ્રેક અપ બાદ ગર્લફ્રેન્ડ પાછળ ખર્ચેલા પૈસા પાછા લેવા એક પ્રેમી હાઇકોર્ટ પહોચ્યો એ કિસ્સો સામે આવ્યા બાદ સુરતમાં પ્રેમી અને પૈસાનો નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો

  • Share this:
સુરત : ગઈકાલે અમદાવાદમાં એક પ્રેમીએ (fight of Lovers) પોતાની પ્રેમિકા પાસે સંબંધો તૂટ્યા બાદ 50,000ના વળતરનો દાવો માંડતો કેસ કર્યો તેનો કિસ્સો રાજ્યમાં પૂરજોશમાં ચગ્યો હતો. આ કિસ્સાની શાહી સૂકાઈ નથી ત્યા સુરતમાંથી પ્રેમી-પ્રેમિકાના (Surat Lover Beaten in Katargam) ઝઘડાનો કિસ્સો સામે આવ્યો છે. જે્માં પ્રેમી પાસે પૈસા માંગવા ગયેલી પ્રેમિકાને તેના પ્રેમી અને તેની પત્નીએ મળીને ઢીબી નાખી હોવાનો બનાવ સામે આવ્યો છે. કતારગામની આ ઘટનામાં પોલીસ ફરિયાદ (Police complain) પણ નોંધાઈ છે.

બનાવની વિગત એવી છે કે  એકલી રહેતી એક પરિણીતાના પ્રેમ સંબંધ કતારગામના જ પરિણિત પુરૂષ સાથે બંધાયા હતા. જેમાં પ્રેમિકાએ પ્રેમીને ઉધાર રૂપિયા આપ્યા હતા. જેમાં ત્રણ વર્ષ પહેલા ઉછીના આપેલા આ પૈસા પરત લેવા ગઇ હતી. જેમાં પ્રેમિકા સાથે તેની બહેનપણી પણ હતી. આ બંનેને પ્રેમી અને તેની પત્નીએ માર માર્યાની ફરિયાદ કતારગામ પોલીસમાં નોંધાઇ છે.કતારગામમાં રહેતી મહિલાનો પતિ સાથે અણબનાવ થતા એકલી રહે છે. આ મહિલા  સાડી પર સ્ટોન ચોંટાડવાનું કામ કરી ગુજરાન ચલાવે છે. ત્રણ વર્ષ પહેલા તેનો પરિચય કતારગામના શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં રહેતા સંતોષ ગણપત પીઠવા સાથે થયો હતો. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ સમયે સંતોષને પૈસાની જરૂર હોવાથી મહિલા ને  રૂપિયા .10 હજાર ઉછીના આપ્યા હતા. જેમાંથી રૂપિયા .8000 બાકી હતા.

આ પણ વાંચો :  સુરત : મહિલાએ રણચંડી બની યુવકની જાહેરમાં ધોલાઈ કરી, અશ્લીલ ઈશારા કર્યા હોવાનો આક્ષેપ

તા.16મીના રોજ મહિલા ની બહેનપણીએ સંતોષની પત્નીને ફોન કરીને મહિલા ના  પૈસાની ઉઘરાણી કરી હતી. જેથી યુવાનની પત્ની એ  પૈસા લેવાના બહાને પોતાના ઘર પાસે બોલાવી હતી. સાંજે મહિલા તેની બે બહેનપણી સાથે ગઇ હતી. દરમિયાનમાં સંતોષ રાકેશ નામના શખ્સ સાથે કારમાં આવ્યો હતો. કારમાંથી ઉતરતાજ સંતોષે તું શાના પૈસા માંગે છે એમ કહીને મહિલા  અને તેની બહેનપણીને માર માર્યો હતો.

આ પણ વાંચો :  અમદાવાદ : બ્રેકઅપ પછી યુવકે ગર્લફ્રેન્ડ પાસે ડેટિંગ પર ખર્ચ કરેલા 50 હજાર રૂપિયા પાછા માંગ્યા, હાઇકોર્ટ પહોંચ્યો કેસ

જ્યારે તેની સાથે આવેલા રાકેશે પોતે પ્રેસમાં હોવાનું કહીને તારાથી થાય તે કરી લે જે એમ કહીને મોબાઇલ ઝૂંટવીને ફેંકી દીધો હતો.પોતાને માર મારવાના બનેલા બનાવ અંગે મહિલા  કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ મહિલાના પ્રેમી સંતોષની પત્ની એ પણ મહિલા  અને તેની બહેનપણી વિરૂદ્ધ પોતાના ઘરમાં ઘુસી આવી તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાવી છે.આમ બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
Published by:Jay Mishra
First published:October 18, 2020, 09:18 am