શારીરિક સંબંધ બાંધવા દબાણ કરી વિધવા પર પતિના કાકાનો હુમલો

News18 Gujarati
Updated: November 6, 2019, 8:33 AM IST
શારીરિક સંબંધ બાંધવા દબાણ કરી વિધવા પર પતિના કાકાનો હુમલો
પ્રતિકાત્મક તસવીર

પતિના મોત બાદ બાળકો સાથે રહેતી મહિલાને પતિના કહેવાતા કાકા પરેશાન કરતા હતા, અભયમની ટીમે મહિલાને છોડાવ્યા બાદ ઘટના બની.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : શહેરના ગોડાદરામાં એક વિધવા પર તેના પતિના કહેવાતા કાકાએ હુમલો કરી દીધો છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. વિધવાને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરીને કાકાએ મહિલા પર છરીથી હુમલો કર્યો હતો. જે બાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ગોડાદરા ખાતે એક વિધવા બે સંતાન સાથે રહે છે. પાંચ વર્ષ પહેલા હીરાના ધંધા સાથે સંકળાયેલા તેના પતિનું નિધન થયું હતું. પતિના અવસાન બાદ પતિના કહેવાતા કાકા અવાર-નવાર મહિલાના ઘરે આવતા હતા. કાકાની પત્નીનું અવસાન થતા તેઓ વિધવાના પરિવાર સાથે જ રહેવા આવી ગયા હતા. શરૂઆતમાં કાકા પરિવાર સાથે રહેવાની સાથે સાથે મહિલાના બાળકોની સારસંભાળ રાખતા હતા.

જોકે, સમય જતાં કાકા વ્યસનના રવાડે ચડી ગયા હતા. જે બાદમાં કાકા ઘરે આવીને મહિલા સાથે ગાળાગાળી કરતા હતા અને મહિલાને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતા હતા. દરરોજની આવી ઘટનાઓ બાદ મહિલાએ કંટાળીને 181 હેલ્પલાઇન નંબર પર ફોન કરીને અભયમની ટીમની મદદ માંગી હતી. અભયમની ટીમે મહિલાના ઘરે પહોંચીને તેને પરિસ્થિતિ વિશે માહિતી મેળની હતી.

આ પણ વાંચો : દમણ BJPના મોટા નેતા હનીટ્રેપનો શિકાર બન્યા? વીડિયો બહાર આવતા ખળભળાટ

આ દરમિયાન મહિલાએ પતિના કહેવાતા કાકા સાથે રહેવા ન માંગતી હોવાની વાત કરી હતી. જે બાદમાં અભયમની ટીમની સમજાવટ બાદ કાકા ઘરેથી સામાન લઈને નીકળી ગયા હતા. જોકે, આ ઘટનાથી કાકા ઉશ્કેરાઇ ગયા હતા. મહિલા જ્યારે ઘરમાં એકલી હતી ત્યારે તેઓ પરત આવ્યા હતા અને મહિલા પર ચપ્પુથી હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણકારી સ્થાનિક લોકોને મળતા સ્થાનિક લોકોએ 108ની મદદથી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે કાકા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
First published: November 6, 2019, 8:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading