Coronavirus : સુરતમાં સોશિયલ મીડિયામાં કોમી ભડકાવ મેસેજ કરનાર યુવકની ધરપકડ


Updated: April 8, 2020, 9:38 PM IST
Coronavirus : સુરતમાં સોશિયલ મીડિયામાં કોમી ભડકાવ મેસેજ કરનાર યુવકની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

ફેસબુક ઉપર કોમી ભડકાવ મેસેજ કરનાર અમરોલીના યુવકની મેઈલ દ્વારા થયેલી ફરિયાદના આધારે ધરપકડ

  • Share this:
સુરત : કોરોનાને લઇને દેશભરમાં હાહાકાર મચી ગયો છે ત્યારે કેટલાક લોકો આ સમયે પણ સોશિયલ મીડિયામાં કોમી ઉશકેરણીજનક મેસેજ મોકલાવી હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા લોકો પર સુરત સાઇબર ક્રાઇમ સતત નજર રાખી રહી છે ત્યારે આવી એક પોસ્ટની ફરિયાદ સામે આવતા પોલીસે એક યુવક વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે

કોરોના વાઇરસ ને લઇને દેશભરમાં 21 દિવસ નું લોકડાઉન આપવામાં આવ્યું છે ત્યારે તંત્ર આ વાઇરસને લઇને સતર્ક છે ત્યારે કેટલાક લોકો કોરોનાને લઇને દિલ્લી ના નિઝામુદીનની તબ્લીગી જમાતના લોકો એકત્ર થઈને આ વાઇરસ દેશમાં ફેલાવી રહ્યા છે. એવા મેસેજ કરીને દેશમાં કોમી ઉશકેરણીજનક પોસ્ટ સોસલ મીડિયામાં વાઇરલ કરી દેશનો માહોલ બગાડવાનો પ્રયાસ કરતા હોય છે.

આ પણ વાંચો :  Coronavirus : કોરોના વાયરસ પર મોટું સંશોધન, જે વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ વધારે ત્યાં મોતનું જોખમ વધુ

સાઇબર ટીમને જાણકારી મળી હતી કે સુરતના અમરોલી વિસ્તારમાં રહેતો એક યુવક  ફેસબુક આઇડી પર 'સર્તક રહે સાવધાન રહે કોરોના વાયરસ કો આપ કપડો સે બી પહેચાન શકતે હૈ` નિઝામુદ્દીન લખેલા ફોટો અને અન્ય કોમી ઉશકેરણીજનક મેસેજ મોકલાવી હિંસા ભડકાવવાનો પ્રયાસકરી રહ્યો હતો.

અમરોલી વિસ્તારમાં રહેતા યુવાન મનીષ ભાટિયા પોતાના  ફેસબુક આઇડી પર ત્રણેક દિવસ અગાઉ ઉમેશ મેર નામના ફેસબુક એકાઉન્ટ ધારકની પોસ્ટ જોઈ હતી કે `સર્તક રહે સાવધાન રહે કોરોના વાયરસ કો આપ કપડો સે બી પહેચાન શકતે હૈ` નિઝામુદ્દીન લખેલો ફોટો અને અન્ય કોમી ઉશકેરણીજનક પોસ્ટ અપલોડ કરી હતી.

આ પણ વાંચો :  સુરત : પોલીસની તાનાશાહી, પાલિકાના ઓન ડ્યૂટી કર્મચારીને ફટકારતા હાથે ફ્રેક્ચરજોકે મનીષે આ મામલે પોલીસ નું ધ્યાન દોરતા પોલીસે અમરોલી પોલીસ મથકમાં ગુનો નોંધીને આ યુવાનની શોધખોળશરૂ કરી હતી. આ મુદ્દો હાલમાં હોટ ઇશ્યૂ બન્યો છે તેવા સંજોગોમાં ઉમેશ મેર નામના ફેસબુક એકાઉન્ટ ધારકની પોસ્ટથી કોમી ઉશ્કેરણીદેખાતા પોલીસે ઉમેશ નામના યુવાન ની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
First published: April 8, 2020, 9:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading