સુરત : લગ્નની લાલચે અવારનવાર શરીર સંબંધ બાંધી ત્યક્તાને છેતરી, અમરોલીનો ધૃણાસ્પદ બનાવ

સુરત : લગ્નની લાલચે અવારનવાર શરીર સંબંધ બાંધી ત્યક્તાને છેતરી, અમરોલીનો ધૃણાસ્પદ બનાવ
અમરોલી પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર

મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી મારઝૂડ કરતા મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ, વરવા કિસ્સાની શરમજનક કહાણી

  • Share this:
સુરત : પ્રેમ-વિશ્વાસ અને વિશ્વાસઘાતના અનેક કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. બે પાત્રો એક બીજામાં વિશ્વાસ મૂકીને સંબંધ કેળવે છે ત્યારે તેમાં વિશ્વાસઘાતનું બીજ રોપાતા સંબંધોની હત્યા થાય છે. આવો જ એક વરવો કિસ્સો સુરત શહેરમાં બનવા પામ્યો છે. જ્યાં એક 29 વર્ષની ત્યકતાને એક પુરૂષે પ્રેમજાળમાં ફસાવી અને અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે સંબંધો કેળવ્યા બાદ તેની સાથે મારઝૂડ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મહિલાએ આખરે પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ વરવા કિસ્સાની વિગતો જાણીને સભ્ય સમાજ શરમમાં મૂકાઈ જાય તેવી વિગતો બહાર આવી હતી.

બનાવની વિગત એવી છે કે  સુરત ના અમરોલી વિસ્તારમાં આવેલ  કોસાડ આવાસ પાસે સરદારનગરમાં રહેતા અનીલ કાળુ માંગુકીયાએ તેના જ વિસ્તારમાં રહેતી 29 વર્ષીય યુવતી તે ત્યક્તા હતી અને એકલી રહેતી હતી તેની સાથે પહેલા ઓળખાણ કરી ત્યાર બાદ મિત્રતા કરી હતી.  જોકે આ બંને લોકોની મિત્રતા આગળ વધતા યુવાન દ્વારા આ મહિલાને પોતાની  પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યગતા યુવતીને અનીલે તેની સાથે લગ્ન કરવાનો વિશ્વાસ અને ભરોસો આપી ગત તા 10 સપ્ટેમ્બરથી અવાર નવાર તેની મરજી વિરુધ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.આ પણ વાંચો :  'ગાંડો હશે તોય હાલશે, પણ ગદ્દાર તો નહીં જ,' ધાનાણીના 'ટ્ટીટ બૉમ્બ'થી રાજકીય માહોલ ગરમાયો

જોકે, યુવતી એ આ યુવાન અનિલને લગ્નની વાત કરતા યુવાને આ યુવતી સાથે સંબંધ કાપી નાખ્યા હતા. જોકે યુવતી દ્વારા આ મામલે તેની સાથે દગો થયો હોવાની વાત કરતા યુવાને આ યુવતી  સાથે મારઝૂડ કરી ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને લઈને યુવતીએ યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ અમરોલી પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુતપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :  સુરત : જીલાની બ્રિજ પર મોતના કૂવાનો ખેલ કરતા લબરમૂછિયા ઝડપાયા, જોખમી સ્ટન્ટનો વીડિયો

જોકે, લાંબા સમયથી કેળવાયેલા આ સંબંધોમાં સાચે શું બન્યું છે તે તો પોલીસ તપાસના અંતે જ જાણી શકાશે પરંતુ મહિલાની ફરિયાદ સભ્ય સમાજમાં શોભે નહીં તે પ્રકારની ઘટના છે. પોલીસે મહિલાની ફરિયાદ નોંધી અને આ દિશામાં તપાસ હાથ ધરી છે. આ પ્રકારના અનેક કિસ્સાઓ સમાજમાંથી બહાર આવતા હોય છે ત્યારે જાગૃતિ કેળવવી અનિવાર્ય છે.
Published by:Jay Mishra
First published:October 20, 2020, 15:36 pm

ટૉપ ન્યૂઝ