સુરતના દરિયા કિનારે લોકોનો ધસારો વધતા પોલીસ મુકવામાં આવી

News18 Gujarati
Updated: November 2, 2019, 7:03 PM IST
સુરતના દરિયા કિનારે લોકોનો ધસારો વધતા પોલીસ મુકવામાં આવી
સુરતના દરિયા કિનારે લોકોનો ધસારો વધતા પોલીસ મુકવામાં આવી

પ્રવાસીઓને દરિયાની અંદર ન જવા સૂચના આપવામાં આવી રહી છે

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : ગુજરાતમાં આગામી દિવસોમાં ‘મહા’ વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે. આ વાવાઝોડાને પગલે નુકસાન ના થાય તે માટે તંત્ર દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. હાલમાં દિવાળીની રજા ચાલે છે અને તેમાં પણ શનિ-રવિ આવતા હોવાને લઈને લોકો દરિયામાં કરંટ જોવા માટે સુરતના સુંવાળી બીચ પર મોટી સંખ્યામાં પહોંચે છે. જોકે તંત્રએ સાવધાની રાખતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દરિયા કિનારે મરીન કમાન્ડો અને પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે.

લોકો પોતાના પરિવાર સાથે સુરતના સુંવાળી બીચ પર પહોંચી રહ્યા છે. જોકે કોઇ અપ્રિય ઘટના ના બને અને લોકો દરિયાથી દૂર રહે તે માટે આજથી સુરત પોલીસ દ્વારા દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો - દમણ BJPના મોટા નેતા હનીટ્રેપનો શિકાર બન્યા? વીડિયો બહાર આવતા ખળભળાટ

સુંવાળીના દરિયા કિનારે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ચાંપતો બંદોબસ્ત રાખીને પ્રવાસીઓને દરિયાની અંદર ન જવા સૂચના આપવામાં આવી રહી છે. આગામી ત્રણ દિવસ પોલીસ દરિયાઈ પટ્ટી પર પેટ્રોલિંગ કરી લોકો ને દરિયાથી દૂર રાખવા નો પ્રયાસ કરશે.
First published: November 2, 2019, 7:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading