Home /News /south-gujarat /

Surat Mayor: સુરત મેયરના સરકારી બંગ્લાનો વૈભવી ઠાઠ, ફુવારા અને નળની કિંમતમાં એક ફ્લેટ આવી જાય

Surat Mayor: સુરત મેયરના સરકારી બંગ્લાનો વૈભવી ઠાઠ, ફુવારા અને નળની કિંમતમાં એક ફ્લેટ આવી જાય

મેયર મહેલ એટલે કે મેયરના બંગલામાં લાગેલા ફુવારા તથા વોશબેશિન તેમજ અન્ય ચીજવસ્તુઓની માહિતી એસએમસી દ્વારા પૂરી પાડવામાં આવી છે.

Surat Mayor Bungalow Controversy: વૈભવી જીવન સાથે સુરતના પ્રથમ નાગરિક સેવા કરવાને બદલે આલીશાન બંગલામાં રહેતા હોય જેથી કરી મેયરના બંગલા બાબતે સોશિયલ મીડિયામાં આ બાબત ઘણી વાઇરલ થવા પામી છે.

એક સામાન્ય માણસનું ઘર ખરીદાય જાય એટલી રકમનું મેયર બંગ્લે (Surat Mayor Bungalow) માત્ર બાથરૂમના નળ અને ફૂવારા જ આવ્યા છે. જેની કુલ ફિટિંગ કિંમત 10.97 લાખ રૂપિયા છે. જે એક RTI દ્વારા માંગવામાં આવેલી માહિતીમાં ખુલાસો થયો છે. આમ આદમી પાર્ટી (AAP)ના RTI સેલના પ્રમુખ રજનીકાંત પાંચાલી અને મીડિયા સેલના પ્રમુખ આર.કે. શાહ દ્વારા એક માહિતી માંગવામાં આવી હતી, તે માહિતીમાં સમગ્ર બાબતનો ખુલાસો થયો છે.ઉલ્લેખનીય છે કે, મેયર મહેલ એટલે કે મેયરના બંગલામાં લાગેલા ફુવારા તથા વોશબેશિન તેમજ અન્ય ચીજવસ્તુઓની માહિતી એસએમસી દ્વારા પૂરી પાડવામાં આવી છે. જેમાં એક સાવરની કિંમત 84,432 રૂપિયા હોવાનું બહાર આવ્યું છે. તેમજ ટોઇલેટ સીટ કે જેની કિંમત 44,499 રૂપિયા છે, તેમજ બીજા ફુવારાની કિંમત 59,174 રૂપિયા અને આવા બીજા બે ફુવારા અલગ-અલગ બાથરૂમમાં લગાવવામાં આવ્યા છે, તેમજ બાથરૂમમાં લાગેલા બીજા વોશબેસિનની કુલ કિંમત 1,96,253 રૂપિયા છે. તેમજ બાથરૂમમાં લાગેલ બીજા ફીટીંગ સાથે ટોટલ ફીટીંગ ખર્ચ 10,97,631 રૂપિયા છે. મેયરના મહેલના બંગલા આટલો મોટો ખર્ચ સાંભળીને તમારી પણ આંખ પહોળી થઇ જશે. આ તમામ ખર્ચ પણ કામદારને ચૂકવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો- Fraud case: અમદાવાદમાં પતિ-પત્નીએ ભેગા મળી કરી નાખ્યું કરોડોનું કૌભાંડ, મકાન બંધ કરી થઈ ગયા ફરાર

સામાન્ય જનતા અને એ મતદાર કે જેમણે મત આપીને સત્તા પક્ષને લોકોની સેવા કરવાનો મોકો આપ્યો, પણ સામાન્ય નાગરિકની જાણ બહાર જનતાના ખિસ્સા ખાલી કરીને, મિલકતો સીલ કરી, વ્યાજ વસૂલ કરી, વેરા વસૂલાત માટે તજવીજ હાથ ધરી, મનપાની ખાલી તિજોરી કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે સુરત શહેરના પ્રથમ નાગરિક એવા મેયરના મહેલમાં થયેલ ખર્ચ બાબતે તંત્રની આંખ પહોળી થઈ ગઈ છે. વૈભવી જીવન સાથે સુરતના પ્રથમ નાગરિક સેવા કરવાને બદલે આલીશાન બંગલામાં રહેતા હોય જેથી કરી મેયરના બંગલા બાબતે સોશિયલ મીડિયામાં આ બાબત ઘણી વાઇરલ થવા પામી છે. અને લોકો ખુબ ગુસ્સે થઇ રહ્યા છે, અને હાલ લોકો મેયરને આડે હાથે લઇ રહ્યા છે.

આ પણ વાંચો- Bank Strike: આગામી 28 અને 29 માર્ચે બેંક કર્મીઓની હડતાલ, ગુજરાતમાં અંદાજે 25 હજાર કરોડના વ્યવહારો ખોરવાશે

શાસકો દ્વારા પોતાની વૈભવી જીવનશૈલીમાં કોઈ ફેરફાર નહીં કરીને સાબિત કરી દીધું. આપ વધારે માહિતી આપતા આમ આદમી પાર્ટીના પ્રમુખ આર.કે સાનેપરા જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શિક્ષણ સમિતિના શિક્ષકોને ગ્રાન્ટના અભાવે માર્ચ મહિનાનો પગાર ચૂકવાયો. પરંતુ શાસકો દ્વારા પોતાની વૈભવી જીવનશૈલીમાં કોઈ ફેરફાર નહીં કરીને સાબિત કરી દીધું છે કે શાસકોને જનતાની કોઈ પડી નથી. સુરત શહેરના પ્રથમ નાગરિક કહી શકાય એવા મેયરનો બંગલો સુરતના ઉધના મગદલ્લા રોડ પર 8 થી 9 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા લગાડવામાં આવેલ ચીજ વસ્તુઓની કિંમત બજાર કિંમત કરતા ત્રણથી ચાર ગણી વધારે ચૂકવી હોવાનું એક આરટીઆઇમાં ખુલ્યું છે.
Published by:rakesh parmar
First published:

Tags: Aam Aadami Party, AAP Gujarat, AAP Party, Fraud in Surat, Surat news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन