Home /News /south-gujarat /

ચેસમાં નેશનલ પ્લેયર સુનિતા યાદવનો પરિવાર મૂળ રાજસ્થાનનો વતની, તાલિમ જૂનાગઢમાં લીધી

ચેસમાં નેશનલ પ્લેયર સુનિતા યાદવનો પરિવાર મૂળ રાજસ્થાનનો વતની, તાલિમ જૂનાગઢમાં લીધી

સુનિતા યાદવની ફાઇલ તસવીર

બે મહિના પેહલા જ રાજસ્થાનમાં એક નેવી કર્મી સાથે સુનિતાની સગાઇ થઈ હતી.

સુરત : સુરતમા (Surat) નહિ પરંતુ સમગ્ર રાજયમાં ચર્ચાનો વિષય બનેલ એલઆર઼ડી (LRD) સુનિતા યાદવ (Sinita Yadav) વિશે ધણા લોકો જાણવા માંગે છે. જેથી ન્યુઝ18 ગુજરાતી દ્વારા સુનિતા વિશે કેટલીક પડતાલ કરવામાં આવી હતી. જેની માહિતી અહિં રજૂ કરવામાં આવી છે. આખુ નામ સુનિતા મદનલાલ યાદવ, ઉંમર વર્ષ 24 - મૂળ રાજસ્થાનની વતની છે. પિતાનું નામ મદનલાલ માતા તેમજ ભાઈ સાથે રહે છે. સુનિતા યાદવ સુરતમાં રહે છે . બે મહિના પેહલા જ રાજસ્થાનમાં એક નેવી કર્મી સાથે તેની સગાઇ થઈ હતી. હાલમાં તે મોટા વરાછા વિસ્તારમાં આવેલ સાઈ મિલન રેસીડેન્સી f 104માં રહે છે.

નેશનલ ચેસ પ્લેયર રહી ચૂકી છે સુનિતા

સુનિતા સ્કુલ કોલેજમાં ચેસની ગેમમાં નેશનલ સુધી રમી છે.  NCC માં કેડેટ પણ હતી. સુનિતાને પેહલેથી જ દરેક મુદ્દે આગેવાની લેવાની ટેવ હોવાનું જાણવા મળ્યું છે. સુનિતાએ તેની ટ્રેનિંગ જૂનાગઢ સેન્ટર ખાતે વર્ષ 2017-18માં પૂર્ણ કરી હતી.  લોક રક્ષક દળની ટ્રેનિંગ દરમિયાન તેણે આગેવાની લઇને ટ્રેનિંગ દરમિયાન દિવાળીની રજાઓ માટે મોરચો ઉપાડ્યો હતો.



ફેસબબૂક લાઇવ કરીને જણાવી હતી પોતાની વાત

મહત્વનું છે કે, ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર સાથે ઘર્ષણ બાદ મહિલા કોન્સ્ટેબલ(એલઆર) સુનિતા યાદવ વિવાદમાં આવી છે. વિવાદ વધતા સુનિતા દ્વારા FB LIVE કરીને ખુલાસા કર્યાં છે જેમાં પોતે કાયદાનો નથી તોડતી અને મીડિયા સાથે થયેલા કરવામાં આવેલ દૂર વહેવાર મામલે માંગી માફી અને આ ઘટનાતો માત્ર ટ્રેલર છે પિક્ચર બાકી હોવાની વાત કરી હતી.

આ પણ વાંચો- 12 ખાનગી હૉસ્પિટલોએ ના પાડી તેવી જટિલ સર્જરી કેન્સર હૉસ્પિટલમાં સફળતાપૂર્વક થઈ

ફેસબુક પર LIVE થઈને સુનિતા યાદવે |(Facebook LIVE of Sunita yadav) જણાવ્યું હતું કે, રાજીનામા અંગે માત્ર ટેલિફોનિક જાણ કરી છે. ટૂંક સમયમાં લેખિત રાજીનામુ આપીશ. મારી ઉપર દબાણ નાખવામાં આવી રહ્યું છે. હું બંદૂકની નોક પર છું. હું મીડિયા સામે હાલ આવતી નથી તેનું કારણ મારી હજી ઓફિશિયલ પ્રોસેસ બાકી છે. ત્યારબાદ હું મીડિયા સામે આવીશ. મારી તબિયત હાલ સારી નથી ડોક્ટર પાસેથી દવા લઈ આવી છું. હું કંઈ ગણિતનો પ્રમય નથી કે મારે પોતાને સાબિત કરવી પડે કે હું સાચી છું કે નહીં હું જે છું તે હું અને મારા ભગવાન જાણે છે. મારે મજબૂરીમાં લાઈવ આવવું પડી રહ્યું છે.
Published by:kiran mehta
First published:

Tags: LRD, Sunita yadav, ગુજરાત, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन