Surat News: સુરતના (Surat) શ્રમજીવી પરિવારમાંથી આવતા અને ફૂટપાથ જિંદગી જીવતા એક મહિલાની લાશ (Woman Dead Body) રાંદેર (Rander) વિસ્તારમાંથી મળી હતી પણ કોઈ ઓળખ ન થઈ હતી પરંતુ મૃતક મહિલાનો ભાઈ વતનથી આવતા મામલાનો પર્દાફાશ થયો જેમાં મીલની હત્યા બીજા કોઈ નહી પણ તેમના ગામથી ભગાડી ને લાવેલ પ્રેમીએ મહિલાની હત્યા કરી હતી,
મામાને ઉછીના આપવાની માથાકૂટમાં પ્રેમીએ પ્રેમીકાની કરી હત્યા (Lover Killed Girlfriend). સુરત શહેરમાં ઘરના ઝઘડા અને પ્રેમી પ્રેમિકાની ઝગડામાં હત્યાનો ગ્રાફ પણ વધી થયો છે ત્યારે રાંદેરમાં રૂ.2 હજાર મામાને ઉછીના આપવાની માથાકૂટમાં પ્રેમીએ પ્રેમીકાનું ગળું દબાવી હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
બનાવની વિગતો એવી છે કે ગત 13મી ફેબુઆરીએ રાત્રે રાંદેર રામનગર ભિક્ષુકગૃહની પાછળથી મહિલાની લાશ મળી હતી. શરૂઆતમાં લાશની ઓળખ થઈ શકી ન હતી. જેથી પોલીસ અલગ અલગ દિશામાં તપાસ આદરી હતી બાદમાં બનાવના 5 દિવસ પછી જે મહિલાની હત્યા થઈ હતી તેનો ભાઈ વતનથી મકાઈ આપવા આવ્યો હતો. સવારે બહેન ઝૂંપડામાં ન મળતાં ભાઈ સાંજે પાછો આવ્યો છતાં બહેન ન મળતા દુકાનદારને વાત કરી હતી.
બનાવની વિગતો એવી છે કે ગત 13મી ફેબુઆરીએ રાત્રે રાંદેર રામનગર ભિક્ષુકગૃહની પાછળથી મહિલાની લાશ મળી હતી
ભાઈ અને પરિવારના સભ્યો સાથે હોસ્પિટલમાં લાશની ઓળખ કરી
દુકાનદારે કહ્યું કે ઝુપડામાં જે મહિલા રહેતી હતી તેની હત્યા થઈ ગઈ છે અને તેની સાથે રહેતો ઈસમ પણ ગાયબ છે.આથી ભાઈ અને પરિવારના સભ્યો સાથે હોસ્પિટલમાં લાશની ઓળખ કરી હતી.
છોટાઉદેપુરના નસવાડીથી 30 કિમી દૂર આવેલ નાનાવાંટ ગામે અનાજ ઓછુ મળવાની ફરિયાદ,
મોટુ અનાજ કૌભાંડ બહાર આવવાની શક્યતા. pic.twitter.com/hFhGgHK6T6
મહિલાની લાશ મળી ના 5 દિવસ બાદ વતનથી આવેલા ભાઈ ઓળખ કરી ભાઈ વતનથી આવતા પોલીસે આ મામલે લાશની ઓળખ માટે લઈ ગયા હતા ત્યારે પોતાની બહેનની લાશ હોવાનું જણાવ્યું હતું
પરિવારની પૂછપરછ આધારે મહિલાનું નામ સીતા હતું. બાદ પોલીસ ને પોતાના ભાઈ આપવીતી જણાવી હતી સીતાને ગામમાં રહેતો રાકેશ સંગાડા ભગાડી લાવ્યો હતો. બન્ને રાંદેરમાં ફુટપાથ પર ઝૂંપડામાં રહી મજૂરી કરતા હતા. મૃતક સીતાના મામાએ અગાઉ હત્યારા રાકેશ પાસેથી 10 હજાર ઉછીના લીધા હતા અને તે રકમ આપી ન હતી ઉપરથી સીતાના મામાએ બીજા 2 હજારની રકમ માંગણી કરી હતી. જે બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. રાંદેર પોલીસે હત્યારા રાકેશ સંગાડાની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર