સુરતઃ પતિને છોડી દિયર સાથે લીવઇનમાં રહેતી પ્રેમિકા ઉપર પ્રેમીએ તેજાબ છાંટ્યું

News18 Gujarati
Updated: April 18, 2019, 5:15 PM IST
સુરતઃ પતિને છોડી દિયર સાથે લીવઇનમાં રહેતી પ્રેમિકા ઉપર પ્રેમીએ તેજાબ છાંટ્યું
પ્રતિકાત્મક તસવીર

સુરત જિલ્લામાં આવેલા કડોદરા નગર સ્થિત એક પતિને છોડીને દિય સાથે રહેતી મહિલાના ચહેરા ઉપર તેના પ્રેમીએ તેજાબ છાટી ભાગી ગયાની ઘટના બની છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ સુરત જિલ્લામાં આવેલા કડોદરા નગર સ્થિત એક પતિને છોડીને દિય સાથે રહેતી મહિલાના ચહેરા ઉપર તેના પ્રેમીએ તેજાબ છાટી ભાગી ગયાની ઘટના બની છે.

મળતી માહિતી પ્રમાણે કડોદરા સ્થિત શાંતિનગરમાં આવેલા સંતોષ પ્રજાપતિના મકાનમાં રહેતી 32 વર્ષીય સુનીતાદેવી રામરાજ મિશ્રા જે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સુનિતાદેવી છેલ્લાં 7 વર્ષથી તેના પતિને છોડીને તેના કૌટુંબિક દિયર સત્યજીત વિક્રમાજીત મિશ્રા સાથે પતિ પત્ની તરીકે રહેતા હતા. ત્યારબાદ થોડા દિવસ અગાઉ સુનિતાદેવીને અન્ય કોઇ પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખી સત્યજીત મિશ્રાને છોડીને તેની પ્રથમ પ્ની સાથે રહેવા ચાલ્યો હતો. હતો.

ત્યારે સુનિતાદેવીએ સત્યાજીત મિશ્રાને શાંતિથી રહેવા દેવા માટે પણ આજીજી કરી હતી. જેથી સત્યજીતને આ વાતની અદાવત રાખી સુનિતાદેવી કડોદરા સીએનજી પંપ પાસે નેશનલ હાઇવના સર્વિસ રોડ ઉપરથી પસાર થતી હતી. ત્યારે સત્યજીત તેણીના ચહેરા ઉપર તેજાબ નાખી ત્યાંથી નાસી છૂટ્યો હતો.

આ ઘટનામાં સુનિતાદેવી ગંભીર રીતે દાજી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. સુનિતાદેવીનો મોઢાનો મોટો ભાગ દાઝી ગયો હતો. સુનિતાદેવીએ સત્યજીત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
First published: April 18, 2019, 5:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading