સુરતમાં પતિ, પત્ની ઓર વો : પતિ સાથે છૂટાછેડા વગર પ્રેમી સાથે રહેવા લાગી પત્ની

News18 Gujarati
Updated: October 12, 2019, 3:43 PM IST
સુરતમાં પતિ, પત્ની ઓર વો : પતિ સાથે છૂટાછેડા વગર પ્રેમી સાથે રહેવા લાગી પત્ની
પ્રતિકાત્મક તસવીર

પત્નીના નિધન બાદ હીરાના વેપારી એક મહિલા સાથે લિવ ઇન રિલેશનમાં રહેવા લાગ્યા હતા, મહિલાના છૂટાછેડા થયા ન હોવાથી તેના પતિએ મારી નાખવાની ધમકી આપી.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતના સીંગણપોર વિસ્તારમાં હીરાના વેપારી ત્રણ મહિના પહેલા કામરેજની મહિલા સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેવા લાગ્યા હતા. જોકે, મહિલાએ તેના પતિ સાથે છૂટાછેડા લીધેલા ન હોવાથી તેના પતિએ હીરાના વેપારીને સોશયિલ મીડિયામાં મેસેજ કરીને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે હીરાના વેપારીએ મહિલાના પતિ સામે ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં સીંગણપોર ચાર રસ્તા પાસે અક્ષરદીપ સોસાયટીમાં રહેતા અને મૂળ બોટાદના ગઢડા તાલુકાના ઉગામેડી ગામના વતની વિનુ ઉર્ફે વી.બી મોરડીયા કતારગામ વિસ્તારમાં હીરાના વેપારી છે. એક વર્ષ પહેલા તેમની પત્નીનું કેન્સરની બીમારીને કારણે મોત થયું હતું. ત્રણ મહિલાથી તેઓ કામરેજના ખોલવડના આશા ઝાઝડીયા સાથે લીવ ઇન રિલેશનશીપનો કરાર કરીને તમેની સાથે રહેવા લાગ્યા હતા.

આશા તેના પતિ પ્રકાશ મોણપરા સાથે છૂટાછેડા લીધા નથી. આ અંગે આશાના પતિએ પોલીસમાં અરજી પણ આપી હતી. જોકે, પોલીસ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આથી પ્રકાશે હીરાના વેપારી તેની પત્નીને ભગાડી ગયા છે તેવી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી.

ગત 8 ઓગસ્ટે સાંજે વિનુના ઘરે પ્રકાશ પહોંચ્યો હતો અને ગાળાગાળી કરી હતી. પ્રકાશે વિનુને 'મારી પત્નીને ભગાડી ગયો છો, હું તને જીવથી મારી નાખીશ' કહીને મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, આ સમયે સ્થાનિકો એકઠા થઈ જતાં પ્રકાશ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જેના અઠવાડિયા પછી પણ પ્રકાશે આ જ પ્રકારની ધમકી આપી હતી.

ગત 26મી સપ્ટેમ્બરના રોજ વિનુએ ફેસબુક ઉપર વાયરલ થયેલો એક મેસેજ જોયો હતો. જેમાં પ્રકાશે લખ્યું હતું કે, 'ઉગામેડીના ઉદ્યોગપતિ વી.બી મારી પત્નીને ભગાડી ગયા છે.' આ વીડિયોમાં પ્રકાશે વિનુ અને તેમના પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવી વાત કરી હતી. આ મામલે હીરાના વેપારીએ પ્રેમિકાના પતિ વિરુદ્ધ ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
First published: October 12, 2019
વધુ વાંચો
अगली ख़बर