સુરતમાં હત્યાની (Surat Murder) એક અલગ ઘટના સામે આવી છે આ ઘટના બનવા પામી છે સુરતના સચિન વિસ્તારમાં કે જ્યાં પરણિત પ્રેમિકાને પામવા બે પ્રેમી પૈકી એક પ્રેમીએ બીજા પ્રેમીની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે બનાવ સંદર્ભે પોલીસે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી સાઈબાબા રેસીડેન્સી પાસે ઉતરાયણના દિવસે બપોરે હત્યાની (Murder) ઘટના બનવા પામી હતી જેમાં પરણિતાના એક પ્રેમી યુવક ને બીજા પ્રેમીએ છાતીના ભાગે પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ મહિલા મહારાષ્ટ્રના અકોલા માં રહેતી હતી અને ચારેક વર્ષ પહેલાં પતિને છોડી એકલી સચીન જીઆઇડીસી (GIDC) વિસ્તારમાં ભાડેથી રહી મિલમાં મજૂરી કામ કરતી હતી.મૃતક યુવક ગંગા સિંહ રમાકાંત સિંહ અને અન્ય એક યુવક બંને પરિણીતાના પ્રેમીઓ હતાં બંને પ્રેમીઓ પરિણીતાને સાથે રહેવા દબાણ કરતા હતા જે બાબતે બંને પ્રેમીઓ વચ્ચે ઝઘડો થયો હતો.
જેમાં એક પ્રેમીએ બીજા પ્રેમી ની હત્યા કરી નાખી હતી મૃતક ગંગા સિંહ મૂળ યુપી નો રહેવાસી છે અને સચિનની ચાલીમાં એકલો રહે છે મહિલા મૃતકના ઘરે રસોઈ તેમજ અન્ય ઘરકામ કરવા જતી હતી જેની સાથે તેના આડા સંબંધ હતા હાલમાં મહિલા બીજા પ્રેમી સાથે રહેવા લાગી હતી જેના કારણે મૃતક પ્રેમી મહિલાને પોતાની સાથે રહેવા દબાણ કરતો હતો.
આ પણ વાંચો : રાજકોટ : આયુર્વેદિક સિરપના નામે નશાનો વેપલો? SOGએ 4 દુકાનમાં દરોડા પાડી 825 બોટલ કબ્જે કરી
આ પણ વાંચો : સુરત : કરૂણ ઘટના! માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા દીકરીનો આપઘાત, ઉત્તરાયણે જ દવા પી જિંદગી ટૂંકાવી
જેના કારણે બે દિવસ પહેલા મહિલા ના બંને પ્રેમીઓ વચ્ચે ઝઘડો થયો હતો એક મેં બીજા પ્રેમીની હત્યા કરી નાખી હતી બનાવ અંગે સચીન જીઆઇડીસી પોલીસે ચાલીના વહીવટકર્તા ઝાકીરઅલીની ફરિયાદ લઈને હત્યાનો ગુનો નોંધ્યો હતો અને પોલીસે આ ઘટનામાં કમલેશ અને બીરજુ નામના બે શકમંદોની પૂછપરછ પણ શરૂ કરી છે જો કે મહિલાના પ્રેમમાં પાગલ બનેલા બંને પ્રેમીઓ પૈકી એકની હત્યા થઈ તો બીજા પ્રેમી એ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે