Home /News /south-gujarat /

સુરતઃ 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે બનાવી ગર્ભવતી, આવી રીતે ફૂટ્યો ભાંડો

સુરતઃ 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે બનાવી ગર્ભવતી, આવી રીતે ફૂટ્યો ભાંડો

ઉધના પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

Surat Crime News: સગીરાને પૂછતા સગીરાએ પોતાની સાથે યુવકે કરેલા બળાત્કારની (physical abuse) જાણકારી પરિવારને આપતા પરિવારે યુવક વિરુદ્ધ સુરતના ઉધના પોલીસ મથકમાં (Udhana police station) ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતઃ સુરતમાં સતત સગીરાઓ (surat) સાથે બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં એક સગીરાને યુવકે પ્રેમજાળમાં (love trap) ફસાવી ત્રણ મહિના સુધી તેની મરજી વિરુદ્ધ તેનું શારીરિક શોષણ (Physical abuse) કર્યું હતું જો કે શારીરિક શોષણ બાદ આ સગીરા ગર્ભવતી (pragnant) બનતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. અને સગીરાને પૂછતા સગીરાએ પોતાની સાથે યુવકે કરેલા બળાત્કારની જાણકારી પરિવારને આપતા પરિવારે યુવક વિરુદ્ધ સુરતના ઉધના પોલીસ મથકમાં (Udhana police station) ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરત હવે ગુનાખોરીમાં સૌથી આગળ ચાલી રહ્યું હોય તેવી ઘટનાઓ દરરોજ સામે આવી રહી છે તેમાં પણ નાની બાળાઓ સાથે દુષ્કર્મ અને સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના શારીરિક શોષણની ફરિયાદ ઓ સતત પોલીસ ચોપડે નોંધાઈ રહી છે ત્યારે વધુ એક ફરિયાદ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.

સુરતના ઉધના વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 15 વર્ષીય સગીરા પેટમાં દુખાવો ઉપડતાં પરિવાર તેને હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં એક સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું કે પરિવાર અને તબીબો દ્વારા સગીરાને પૂછતા તેના ઘર પાસે જ રહેતો સુરજ માને નામના યુવક સાથે તેની આંખ મળી જતા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

આ પણ વાંચોઃ-રજાની મજા બની મોતની સજા! સુરતના ડુમસ બીચમાં 17 વર્ષીય સગીરાનું ડુબી જતાં મોત, પરિવારમાં આક્રંદ

જોકે આ સગીરા પોતાના પ્રેમીને મળવા જતી હતી. ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી આ પ્રેમી યુવક સગીરાને અલગ અલગ જગ્યા પર લઇ જઇને તેની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધી તેનું શારીરિક શોષણ કર્યું હતું અને 8 શારીરિક શોષણને લઈને તે ગર્ભવતી બની હોવાની વિગત પરિવારને આપી હતી.

આ પણ વાંચોઃ-Surat: અમરોલી BRTS બસ સ્ટેન્ડની રેલિંગમાં ત્રણ વર્ષના બાળકનું માથું ફસાયું, ભારે જહેમત બાદ બહાર કઢાયું

પરિવારને સમગ્ર ઘટના કહેતા પરિવાર ચોંકી ઉઠ્યુ હતું અને યુવક દ્વારા તેની સાથે અવારનવાર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરવામાં આવતો હોવાની વાત સગીરાએ કરતાં જ તાત્કાલિક આ પરિવારને સગીરાને લઈને સુરતના ઉધના પોલીસ મથકે દોડી ગયું હતું.

અને આ યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જોકે સગીરા સાથે થયેલા બળાત્કારની ઘટનાને ગંભીરતાથી લઇ સુરતથી ઉધના પોલીસે તાત્કાલિક આ મામલે ગુનો દાખલ કરી અને આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Gujarati news, Rape-case, Surat news

આગામી સમાચાર