સુરત : પ્રેમ-શારિરીક સંબંધ-છેતરપિંડીનો કિસ્સો, તરૂણીએ અમરોલીના યુવક સામે કરી પોલીસ ફરિયાદ

સુરત : પ્રેમ-શારિરીક સંબંધ-છેતરપિંડીનો કિસ્સો, તરૂણીએ અમરોલીના યુવક સામે કરી પોલીસ ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

અમરોલીમાં યુવક સામે તરૂણીની ફરિયાદ, 'તુ પુખ્ત થઈશ ત્યારે લગ્ન કરીશું' એમ લાલચ આપીને અવારનવાર શારિરીક સંબંધો બાધ્યા

  • Share this:
સુરતમાં વધુ એક (Surat) તરૂણી સાથે દુસ્કર્મ થયાની ફરિયાદ સામે આવી છે સુરતના અમરોલી (Amroli) વિસ્તરમાં યુવાન દ્વારા તરૂણીને પ્રેમ જાળમાં ફસાવી અને તેની સાથે શારીરિક સંબંધો બાંધી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું. જોકે તરુણીએ લગ્ન માટે યુવાન પર દબાણ કરતા યુવાને તરુણીને તરછોડી તરુણીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે તરુણીએ યુવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે તેમાં પણ મહિલા અત્યાચારની ઘટનાઓની સતત ફરિયાદ સામે આવી રહી છે ત્યારે દુષ્કર્મની વધુ એક ફરિયાદ પોલીસમાં નોંધાવા પામી છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ વિસ્તારમાં રહેતી તરૂણીને કોસાડ આવાસમાં રહેતા સંજય અજમેરસિંહ ઝાલા નામના યુવાને પોતાના પ્રેમજાળમાં છેલ્લા ચાર વર્ષથી ફસાવીને  લગ્ન કરવાની લાલચ આપી  તરૂણી પુખ્ત વયની થશે એટલે લગ્ન કરીશું એમ કહી સંજય તેણીને અલગ-અલગ ઠેકાણે ફરવા લઇ જતો હતો અને એકાંતનો લાભ લઇ તેની સાથે શરીર સબંધ પણ બાંધતા હતા.આ પણ વાંચો :   સુરત : કતારગામના જ્વેલર પર રત્નકલાકારે લૂંટના ઈરાદે કર્યો હતો જીલેણ હુમલો, પાલીતાણાનો મદદગાર પણ ઝડપાયો


સંજય અને તરૂણીનો પરિવાર લાલ દરવાજા વિસ્તારમાં રહેતા હતા ત્યારે બંને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો અને બંનેના પરિવાર બે વર્ષ અગાઉ કોસાડ વિસ્તારમાં રહેવા આવ્યા હતા અને ત્યાર બાદ પણ તેઓને પ્રેમસબંધ યથાવતો રહ્યો હતો. આ દરમિયાન સંજયે અનેક વખત તરૂણી સાથે શરીર સબંધ બાંધ્યો હતો.

આ પણ વાંચો :    'પૈસા માંગ્યા તો જાનથી મારી નાખીશ,' સુરતની મહિલા વેપારીને કોલકત્તાની મહિલા વેપારીએ 13.38 લાખનો ચૂનો ચોપડ્યો

જોકે તરૂણી દ્વારા યુવાન પર લગ્ન માટે સતત દબાણ કરવામાં આવતું હતું જેને લઈને યુવાને તરૂણી સાથે પોતા પ્રેમ સંબંધનો અંત લાવીને તરૂણી ને તરછોડી દીધી હતી. જોકે આ બાબતે તરૂની યુવાન પાસે પ્રેમ સબધ ચાલુ રાખવા માટે દબાણ કરતા યુવાને તરુણીને આ મામલે અવાજ ઊઠાવશે તો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેને લાને તરુણીએ આ મામલે યુવાન વિરુદ્ધ દુસ્કર્મની ફરિયાદ અમરોલી પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તરૂણીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી યુવાની ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:Jay Mishra
First published:January 06, 2021, 19:44 pm