સુરત : એકલા રહેતા આધેડના હાથ-પગ બાંધી લૂંટના ઈરાદે હત્યા, CCTV વીડિયોમાં કેદ થયા 'હત્યારા'

સુરત : એકલા રહેતા આધેડના હાથ-પગ બાંધી લૂંટના ઈરાદે હત્યા, CCTV વીડિયોમાં કેદ થયા 'હત્યારા'
સુરતમાં આધેડની હત્યાના પગલે ચકચાર, એકલવાયું જીવન વીતાવતા પુરૂષના હાથપગ બાંધી હત્યા

સુરતમાં લુખ્ખા તત્વો બેફામ! એકલા રહેતા આધેડની પાંચ જેટલા ઈસમોએ કરી હત્યા, મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ

  • Share this:
સુરતમાં એક તરફ કોરોનાના (Surat corona cases) કેસો વધી રહ્યા છે તો બીજી તરફ ક્રાઇમ રેટ (Crime Rate) પણ સતત વધી રહ્યો છે ત્યારે શહેરમાં કર્ફ્યું દરમ્ન્યાન લૂંટ વિથ મર્ડરની (Loot With Murder) એક સનસનાટી ભરી ઘટના સામે આવી છે. જેણે પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. શહેરના ડુમસ વિસ્તારમાં કર્ફ્યું દરમ્યાન ઘરના એકલા રહેતા આધેડના હાથ બાંધીને લૂંટારુઓએ મોતને ઘાટ ઉતારી (Old Aged Murder) દીધા હતા બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

જોકે આ ઘટનામાં CCTV ફૂટેજ સામે આવ્યા છે જેમાં પાંચેક જેટલા આરોપીઓ સીસીટીવીમાં કેદ થયા છે જેથી પોલીસે આ સમગ્ર હત્યા લૂંટ અને ધાડ પાડવાનાં ઇરાદે થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવ્યું છે અને CCTV ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ હાથ ધરી છે.આ પણ વાંચો : જૂનાગઢ : મહિલાને ઢસડી ઘરમા લઈ ગયા શખ્સો, હાથપગ બાંધી ઢોર માર માર્યો

સુરતમાં એક તરફ કોરોના બેકાબૂ બની રહ્યો છે. જેની સાથે શહેરમાં લુટારુઓ પણ બેકાબુ બન્યા છે, આ લુટારુઓને નથી પોલીસનો ડર કે નથી કોરોનાના સંક્રમણનો ત્યારે શહેરમાં કર્ફ્યું દરમ્ન્યાન લુટ વિથ મર્ડરની સનસનાટીભરી ઘટના સામે આવી છે. સુરતનાં ડુમસ વિસ્તારમાં કે જ્યાં લૂંટારૂઓએ આધેડને નિશાન બનાવી તેને બાંધી મોતને ઘાટ ઉતારી દીધો હતો .ઘટનાની વિગતવાર કરીએ તો સુરતના ડુમસ વિસ્તારના કાંદી ફળિયામાં આવેલા દુકાન મહોલ્લામાં રહેતા ભોપીન ભાઈ પટેલ પોતે એકલા જ ઘરમાં રહે છે .આ દરમિયાન ગતરોજ મોડીરાત્રે પાંચેક ઈસમો આધેડના ઘરમાં આવ્યા હતા અને તેના હાથ પગ બાંધી દીધા હતા અને ત્યારબાદ ધાડ પાડી હતી અને ઘરનો તમામ સામાન વેરવિખેર કરીને ફરાર થઈ ગયા હતા. જો કર બીજા દિવસે નિત્યક્રમ પ્રમાણે સવારે ભોપીનના માતા ઘરે આવ્યા હતા અને ઘરના દ્રશ્ય જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા અને બુમાબુમ કરી મૂકી હતી. તેઓએ એક ઘરમાં જોતા ભોપીન હાથ બાંધેલી હાલતમાં જમીન પર પડ્યો હતો અને ઘરનો સામાન વેર વિખેર હતો.

જેથી તેઓએ બુમાબુમ કરતા આસપાસના તમામ લોકો ભેગા થઇ ગયા હતા. અને બનાવ અંગે પોલીસને જાણ કરી હતી જેને લઇને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો પોલીસે સમગ્ર મામલે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લીધી છે જોકે પોલીસે તપાસ બાદ પ્રાથમિક તબક્કે એવું જણાવ્યું હતું કે ઘરમાં ધાડ પાડવાના ઈરાદે વૃદ્ધની હત્યા થઈ છે ધાડ પાડવા આવેલા લોકો સાથે વૃદ્ધાની ઝપાઝપી થતા તેની હત્યા થઇ હોવાની આશંકા દર્શાવી છે.

ઘટના સ્થળે ડીસીપી વિધિ ચૌધરી કાફલા સાથે આવ્યા હતા અને પોલીસના ડોગ સ્કવૉડની મદદ લેવામાં આવી હતી.


જોકે આ મામલે પોલીસને CCTV ફૂટેજ હાથે લાગ્યા છે જેમાં ૫ જેટલા આરોપીઓ સીસીટીવીમાં કેદ થયા છે જેમાં એક આરોપીની પાછળ કાળાં કલરનો થેલો લટકતો જોવા મળે છે અને આરોપીઓ ઉતાવળમાં હોય તેમ ચાલતા અને દોડતા પણ કેદ થયા છે. હાલ તો પોલીસે CCTV ફૂટેજના આધારે તેમાં દેખાઈ રહેલા ઇસમોને ઓળખવાની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  વેસુ Hit and Run કેસ : 'મારે મારી દીકરીને પાનેતર ઓઢાડવાનું હતું એના બદલે અગ્નિદાહ આપવો પડ્યો'

જોકે સમગ્ર મામલે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં અગાઉ પણ 6 મહિના પહેલા મોબાઇલની ચોરી થઈ હતી જેમાં પોલીસ આરોપીઓને ઝડપી લીધા હતા પરંતુ છ મહિના બાદ આ પ્રકારની ગંભીર ઘટના થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે આ ઉપરાંત લોકોએ જણાવ્યું હતું કે કોરોના કહેરને લઈને રાત્રિ કરફ્યુ અમલમાં મૂકવામાં આવ્યા છે તેમ છતાં આરોપી ભોપીના ઘરે કઈ રીતે પહોંચી ગયા તે અંગે અનેક આશંકા વ્યક્ત કરી છે સાથે પોલીસ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા છે.
Published by:Jay Mishra
First published:April 02, 2021, 14:05 pm

ટૉપ ન્યૂઝ