સુરત : વરાછામાં પોલીસના D-સ્ટાફની ઓળખ આપી પાંચ લાખની લૂંટ, ચાર લૂંટારૂ CCTV Videoમાં કેદ

સુરત : વરાછામાં પોલીસના D-સ્ટાફની ઓળખ આપી પાંચ લાખની લૂંટ, ચાર લૂંટારૂ CCTV Videoમાં કેદ
એક્ટિવા પર આંગડિયામાથી પૈસા લઈ જતો યુવક બોમ્બે માર્કેટ પાસે લૂંટાયો

બોમ્બે માર્કેટ જેવા ધમધતા વિસ્તારમાં ધોળેદિવસે લૂંટનો દિલધડક વીડિયો સામે આવ્યો, પોલીસની ઓળખ આપી લુખ્ખાઓએ ચલાવી લૂંટ

  • Share this:
સુરત : વેપાર-હીરા-કાપડ માટે જાણીતું આર્થિક પાટનગર સમાન સુરત (Surat) હવે ક્રાઇમ કેપિટલ ઑફ ગુજરાત બની રહ્યુ હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરમાં રોજરોજ નવી નવી ઘટનાઓમાં ગુનાહિત કૃત્યો સામે આવે છે ત્યારે શહેરના જાણીતા એવા વરાછા (Varachha) વિસ્તારમાં ધોળે દિવસે લૂંટની (Loot) ઘટના ઘટી છે. જોકે, આ સમગ્ર લૂંટની ઘટના એક સીસીટીવી વીડિયોમાં (CCTV Video) કેદ થઈ જતા સનસનાટી ફેલાઈ ગઈ છે. વરાછામાં મોપેડ પર પાંચ લાખ રૂપિયા લઈને જતા વેપારીનો થેલો ધોળે દિવસે આંચકી અને લૂંટારૂઓ ફરાર થઈ ગયા છે.જોકે, મહત્ત્વનું છે કે આ યુવકને લૂંટારૂઓએ અટકાવી અને પોતાની ઓળખ પોલીસના D સ્ટાફ તરીકે આપી અને લૂંટ મચાવી હતી. થોડા દિવસો પહેલાં જ રામપુરામાં 19 લાખની લૂંટ થઈ હતી ત્યારે વધુ એક લૂંટની ઘટનાના કારણે પોલીસને લુખ્ખા તત્વોએ કાયદસેરનો પડકાર ફેંક્યો હોય તેવો માહોલ છે.

બનાવની વિગતો એવી છે કે સુરતના વરાછા ખાતે આવેલ બોમ્બે માર્કેટ નજીક ખાદી મહોલ્લા પાસેથી એક યુવાન પોતાને મકાન ખરીદી કરવાનું હોવાને લઇને મુંબઈથી આંગડિયા દ્વારા રૂપિયા પાંચ લાખ માંગાવ્યા હતા. તે આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને પોતાની મોપેડ પર સવાર થઈને પોતાના ઘર તરફ જય રહ્યો હતો ત્યારે બોમ્બે માર્કેટ નજીક આ યુવાનની બાઈક પર આવેલા બે ઈસમોએ લૂંટ ચલાવી હતી.

આ પણ વાંચો : સુરત : KTM બાઇક ફૂલસ્પીડે કાર સાથે ધડાકાભેર અથડાઈ, બે યુવકોનાં કરૂણ મોત, ઝડપની મજા, મોતની સજા બની

આ શખ્સોએ દ્વારા પહેલાં તો યુવકને અટકાવવામાં આવ્યો હતો અને પોતાની ઓળખ પોલીસે તરીકે આપીને આ યુવાન પાસે રહેલા રૂપિયા ભરેલો થેલો આંચકવાનો પ્રયાસ કરતા આ યુવાને બૂમાબૂમ કરી આ લૂંટારૂઓનો સામનો કર્યો હતો. પણ કોઈ મદદ માટે ન આવતા આ લૂંટારુ રૂપિયા ભરેલા થેલો લઇને ભાગી છૂટ્યાં હતા.

આ પણ વાંચો : સુરત : યુવતી સાથે દુષ્કર્મના આરોપી લંપટ ભૂવાનો Video થયો Viral, અન્ય ભૂવાઓને ગાળો ભાંડી

જોકે ઘટનાનાની જાણકારી સ્થાનિક લોકોએ પોલીસને આપતા પોલીસ પણ બનાવ વળી જગ્યા પર તાત્કાલિક દોડી આવી હતી અને લૂંટાઈ ગયેલા યુવાન પાસેથી માહિતી મેળવી આ મામલે તાપસ શરૂ કરી હતી. જોકે આ ઘટના બાદ સમગ્ર વિસ્તરમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. જોકે લૂંટ કરવા આવેલા ઈસમોએ પોતાની ઓળખ પોલીસ અને તેમાં પણ ડી સ્ટાફ તરીકે આપતા પોલીસે આરોપી પકડી પાડવાની કવાયત શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:February 10, 2021, 20:52 pm

ટૉપ ન્યૂઝ