સુરત : મહિધરપુરામાં 15 લાખની લૂંટ, CCTV Videoમાં બાઇક સવાર લૂંટારૂં કેદ

સુરત : મહિધરપુરામાં 15 લાખની લૂંટ, CCTV Videoમાં બાઇક સવાર લૂંટારૂં કેદ
લૂંટના પગલે ઉચ્ચ પોલીસ કર્મચારીનો કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો.

સુરતમાં લુખ્ખા તત્વો બેફામ! ફરી આંગડિયા પેઢીના કર્મચારી નિશાના પર, થેલો ઝૂંટવી અને બાઇક સવાર નાસી ગયા

  • Share this:
સુરત માં ફરીએ એક વાર લૂંટારૂ (Surat Loot)એ આંગડિયા પેઢીનાના માણસને નિશાન બનાવીને  રૂપિયા 15 લાખની લૂંટ કરી છે. લૂંટારૂં આંગડિયા કર્મચારીનો થેલો ફરી ફરાર થઇ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે લૂંટની ઘટના બનતા પોલીસ વિભાગના ઉચ્ચઅધિકારી સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આ મામલે તપાસ શરૂ કરી હતી. સુરત માં ફરી એક વાર લૂંટની ઘટના બનતા પોલીસ દોડતી થઇ ગઈ છે. શહેરના હાર્દ સમાન મહીધરપુરા વિસ્તારમાં બનેલી ઘટના લઈને સમગ્ર વિસ્તરમાં હાલ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

બનાવની વિગતો એવી છે કે સુરતનાં મહિધરપુરા વિસ્તારમાં આવેલ  ભવાનીવાડ પાસે આવેલી અંબાલાલ આંગડીયા પેઢીમાંથી રોકડા રૂ.15 લાખ લઇને ‌નિકળેલા આંગડીયા પેઢીના કર્મચારીને નજીકમાં જ આવેલી થોભા શેરીના નાકે એક બાઇક ઉપર આવેલા બે અજાણ્યાઓએ પાછળથી રૂ.15 લાખ ભરેલી બેગ લુંટી લઇ નાસી ગયા હતા. બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને નજીકમાં આવેલા તમામ સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરીને લુંટારૂઓ સુધી પહોંચવાના ચક્રો પોલીસે ગ‌તિમાન કર્યા છે.



આ પણ વાંચો : સુરત : ચડ્ડી બનીયાન ગેંગે કારખાનામાં હાથ સાફ કર્યો, ચોરીની ઘટના CCTV Videoમાં કેદ

ભવાની વાડ ખાતે આવેલી અંબાલાલ મોહનલાલ આંગડીયા પેઢીનો કર્મચારી મંગારામ ડાંગી આજે સાંજના 6 વાગ્યાના સુમારે પેઢીની ઓફીસમાંથી રોકડા રૂ.15 લાખ લઇને એક બેગમાં ભરી ચાલતો ચાલતો નજીકમાં થોભા શેરીમાં આવેલી બીજી આંગડીયા પેઢી રામચંદ્ર આંગડીયામાં જમા કરાવવા માટે ‌નિકળ્યો હતો. મંગારામ ચાલતો ચાલતો થોભા શેરીના નાકે પહોંચ્યો તે જ સમયે પાછળથી એક બાઇક ઉપર બે જણા આવ્યા હતા અને પાછળ બેઠેલા વ્ય‌ક્તિએ અચાનક મંગારામના હાથમાંથી 15 લાખ ભરેલી બેગ ઝૂંટવી લઇ તરત જ બાઇક ભગાવી બંને જણા નાસી ગયા હતા



બનાવને પગલે લોકોનું ટોળુ ભેગું થઇ ગયું હતું અને મહીધરપુરા પોલીસને જાણ થતા ઉચ્ચ પોલીસ અ‌‌ધિકારીઓનો કાફલો અને ક્રાઇમ બ્રાંચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે ઘટના બની તે સ્થળથી થોભા શેરી અને અંબાલાલ મોહનલાલ આંગડીયા પેઢી અને તેની નજીકના ‌વિસ્તારમાં આવેલા તમામ સીસીટીવી કેમેરાના ફુટેજો મેળવીને લુંટારૂઓને શોધી કાઢવાના ચક્રો ગ‌તિમાન કર્યા છે.

આ પણ વાંચો :  સુરત : 24 કલાકમાં ફરી coronaના રેકોર્ડબ્રેક 262 કેસ, જાણો ક્યા વિસ્તારમાં સંક્રમણ વધ્યુ

જોકે આ વિસ્તરમાં આનેક આંગડિયા પેઢી આવેલી છે ટાયરે આ વિસ્તારમાં પોલીસ ને સાંજ પડતાની સાથે પ્રેટ્રોલિગન આદેશ વચ્ચે આવી ગતના બનતા પોલીસની કામગરી પાર પણ અનેક સવાલ ઉભા થવા પામ્યા છે.
Published by:Jay Mishra
First published:March 15, 2021, 22:48 pm

ટૉપ ન્યૂઝ