સુરત કસ્ટોડિયલ ડેથ મામલો : પરિવાર UPથી ડેડબોડી લેવા પહોંચ્યો

News18 Gujarati
Updated: June 4, 2019, 1:58 PM IST
સુરત કસ્ટોડિયલ ડેથ મામલો : પરિવાર UPથી ડેડબોડી લેવા પહોંચ્યો
ભાગેડૂ પીએસઆઈ તેમજ પીઆઈ

પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ વિદેશ ભાગી ન જાય તે માટે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતના ખટોદરા પોલીસ મથકમાં ચોરીના આરોપીને ઢોર માર મરાયા બાદ મોતના કેસમાં પીએસઆઈ સહિત સાત પોલીસ કર્મી હાલ ફરાર છે. આ મામલે આરોપીઓ વિદેશ ભાગી ન જાય તે માટે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ પહેલા રાજ્યભરના એરપોર્ટ પર નજર રાખવાનો આદેશ કરાયો હતો, જે બાદમાં હવે દેશના તમામ એરપોર્ટ પર નજર રાખવાના આદેશ કરાયા છે. બીજી તરફ પોલીસે તમામ પોલીસ કર્મીઓના વતનમાં પણ તપાસ કરી છે. મંગળવારે મૃતકના પરિવારના લોકો પણ સુરત સિવિલ ખાતે મૃતદેહ લેવા માટે આવી પહોંચ્યા હતા.

પરિવાર ડેડબોડી લેવા પહોંચ્યો

પોલીસના માર બાદ મોતને ભેટેલા ઓમપ્રકાશ પાંડેયનો પરિવાર મંગળવારે સવારે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ઓમપ્રકાશનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે જ રાખવામાં આવ્યો હતો. સુરત સિવિલ ખાતે ડેડબોડી લેવા માટે આવી પહોંચેલા ઓમપ્રકાશના ભાઈ વિશાલ પાંડેયએ જણાવ્યું હતું કે તેના ભાઈની હત્યા કરવામાં આવી છે.

વિશાલ પાંડેયએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "અમે સોમવારે રાત્રે સુરત આવ્યા છીએ. અમને ન્યાય જોઈએ છે. મારા ભાઈની પોલીસે માર મારીને હત્યા કરી છે. અમે મૃતદેહ સ્વીકારવા માટે આવ્યા છીએ. અહીં સુરત ખાતે જ તેના અંતિમ સંસ્કાર કરીશું. મારા ભાઈના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેની પત્ની હાલ ગર્ભવતી છે અને તેણીને નવમો મહિનો ચાલી રહ્યો છે. તેનું સંતાન આ ધરતી પર અવતરે તે પહેલા જ તેના માથેથી પિતાનું સુખ છીનવાઈ ગયું છે."

વિશાલ પાંડેય


શું હતો બનાવ?સુરતના ખટોદરા પોલીસ મથકની હદમાં થયેલી બે ચોરી અને ઉધના પોલીસ મથકની હદમાં થયેલી એક ચોરીમાં સંડોવણીની શંકામાં પોલીસની ટીમ પાંડેસરા વિસ્તાર રહેતા રામગોપાલ બિસમ્બર પાંડે, ઓમપ્રકાશ અને જયપ્રકાશ પાંડેને તારીખ તા. 31-5-19ના રોજ પૂછપરછ માટે પોલીસ મથક લાવી હતી. પોલીસે પૂછપરછ દરમિયાન આરોપીઓ પાસેથી માહિતી કઢાવવા માટે ત્રણેયને ઢોર માર માર્યો હતો. મારને કારણે ત્રણમાંથી ઓમપ્રકાશ પાંડેનું મોત થઈ ગયું હતું.

ઓમપ્રકાશ (મૃતક)


આ મામલે ખટોદરા પોલીસના પીઆઈ, પીએસઆઈ સહિત સાત લોકો સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. જોકે, ગુનો દાખલ થતાં જ તમામ આરોપીઓ રાત્રે જ ફરાર થઈ ગયા હતા. આ મામલે તપાસ કરવામાં આવ્યા છતાં સાતેય પોલીસ કર્મીઓની કોઈ ભાળ ન મળતા દેશના એરપોર્ટ્સ અને બંદરો પર લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.

સાત આરોપીમાં કોણ?

હાલ ફરાર રહેલા આરોપીઓમાં ખટોદરાના PI મોહનલાલ ભગવાનરામ ખિલેરી, PSI ચિરાગ પૃથ્વીરાજ ચૌધરી, કોન્સ્ટેબલ કલ્પેશ નાગર ગરંભા, આશિષ મનસુખ દિહોરા, હરેશ જેસંગ ચૌધરી, પરેશ નાથા ભુકણ અને કનકસિંહ જેઠુ દિયોલનો સમાવેશ થાય છે.
First published: June 4, 2019, 10:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading