lockdown: સુરતમાં ગરીબોને વહેચવા આપેલું અનાજ ન આપતા શ્રમજીવીએ પડોશી ઉપર કર્યો હુમલો


Updated: April 9, 2020, 10:14 PM IST
lockdown: સુરતમાં ગરીબોને વહેચવા આપેલું અનાજ ન આપતા શ્રમજીવીએ પડોશી ઉપર કર્યો હુમલો
પ્રતિકાત્મક તસવીર

કોર્પોરેટરે ગરીબોમાં વહેંચવા આપેલું અનાજ વડીલોના કહેવાથી સાચવી રહેલા યુવાન પાસે આવી પાડોશી યુવાને માંગ્યું હતું. જોકે, તેણે ઇન્કાર કરતા પાડોશી યુવાને લોખંડના પાઇપ વડે હુમલો કરતા તેને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું.

  • Share this:
સુરતઃ લોકડઉન લઇને શ્રમ જીવી પરિવારની હાલત દિવસે ને દિવસે બગડી રહી છે ત્યારે આવા લોકો વાહરે સમાજ સેવી સંસ્થા આવીને મદદ કરતા હોય છે ત્યારે કોર્પોરેટરે ગરીબોમાં વહેંચવા આપેલું અનાજ વડીલોના કહેવાથી સાચવી રહેલા યુવાન પાસે આવી પાડોશી યુવાને માંગ્યું હતું. જોકે, તેણે ઇન્કાર કરતા પાડોશી યુવાને લોખંડના પાઇપ વડે હુમલો કરતા તેને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું.

બનાવ અંગે યુવાને સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પાડોશી યુવાનની ધરપકડ કરી હતી. કોરોના વાઇરસ લઈને એક બાજુ 21 દિવસનું સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યુ છે. ત્યારે આ લોકડાઉનને લઈને સૌથી વધુ મુશ્કેલી શ્રમ જીવી પરિવાર પડી રહી છે. ત્યારે આવા લોકો મદદ માટે અનેક સમાજ સેવી સંસ્થા આગળ આવી છે ત્યારે આવા શ્રમ જીવી પરિવાર સુરતના ભાથેનાં વિસ્તાર આવેલી પંચશીલનગર અનાજ વેહચવા માટે નગર સેવક આગળ આવ્યા હતા.

ત્યારે આ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા રહેતા મોહમ્મદ ફીરોજ લોકડાઉન ચાલતું હોય પંચશીલનગરમાં ગરીબોમાં વહેંચવા કોર્પોરેટરે આપેલું અનાજ વડીલો ગત સાંજે વહેંચતા હતા. દરમિયાન, વીઆરએલ ટ્રાન્સપોર્ટની સામે એક મહિલાનું મોત થયું હોય વડીલો તેના ઘરે ગયા ત્યારે તેમણે અનાજ મોહમ્મદ ફીરોજને સાચવવા આપી કહ્યું હતું કે જે કોઈ લઇ નહીં જાય.

મોહમ્મદ ફીરોજે અનાજ પોતાની પાસે મૂકી રાખ્યું હતું. લગભગ રાત્રે 8.30 કલાકે પાડોશી મોહમ્મદ અઝરૂદીન અજીમોદ્દીન શેખ તેની પાસે આવ્યો હતો અને અનાજ માંગ્યું હતું. મોહમ્મ્દ ફિરોજે અનાજ આપવા ઇન્કાર કરતા અઝરૂદ્દીને ગાળાગાળી કરી કહ્યું હતું કે મને આપી દે, મોહમ્મ્દ ફિરોજે તેને ગાળો નહીં આપ તેમ કહેતા અઝરૂદ્દીને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.

હુમલામાં મોહમ્મદ ફીરોજને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. તેણે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા સ્થળ ઉપર આવેલી સલાબતપુરા પોલીસે બાદમાં મોહમ્મદ ફીરોજની ફરિયાદના આધારે મારામારીનો ગુનો નોંધી મોહમ્મદ અઝરૂદીન અજીમોદ્દીન શેખની ધરપકડ કરી હતી.
First published: April 9, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading