સુરત: 'અમારી ખાવા-પીવાની વ્યવસ્થા કરો અથવા વતન જવા દો', બેરોજગારોએ કર્યો દેખાવ


Updated: April 11, 2020, 4:51 PM IST
સુરત: 'અમારી ખાવા-પીવાની વ્યવસ્થા કરો અથવા વતન જવા દો', બેરોજગારોએ કર્યો દેખાવ
દેશમાં કોરોના સંકટ (Covid 10 Crisis) વચ્ચે કેન્દ્ર સરકારે લોકડાઉન (Lockdown)ના 36 દિવસ પછી અલગ અલગ વિસ્તારોમાં ફસાયેલા લોકોને રાહત આપી છે. લોકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂર, વિદ્યાર્થીઓ, તીર્થ યાત્રીઓ, પર્યટકો હવે પોતાના રાજ્યમાં પાછા ફરી શકશે. જો કે આ મામલે સંબંધિત રાજ્યોની સહમતિ હોવી જરૂરી છે.

હમ ભૂખ સે મર રહે હે, હમેં ઘર ભેજો, હમેં ખાના દો, જેવા બેનરો સાથે સૂત્રો ચાર કરનાર એક બે નહિ પણ 2500થી વધુ હોવાનું જણાવ્યું

  • Share this:
કોરોના વાઇરસને લઇને 21 દિવસનું લોકડાઉન છે, ત્યારે સુરતના ઉદ્યોગ બંધ હોવાને લઇને બેકાર બનેલા પરપ્રાંતીય દ્વારા આજે અમરોલી વિસ્તારમાં બેનર સાથે એક વિડીયો બનાવ્યો છે. સરકાર 2500 જેટલા લોકો માટે ખાવાની વ્યવસ્થા કરે અથવા તેમને વતન મોકલવાની સગવડ કરે. તેમને કોઈ સુવિધા નહી મળતા તેમની હાલત દિવસેને-દિવસે બગડી રહી છે, અને મદદ માટે ગુહાર લગાવી છે.

કોરોનાને લઇને સરકાર દ્વારા જે રીતે 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યુ છે, ત્યારે ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં મહત્વના બે ઉદ્યોગ આવેલા છે ત્યારે આ લોકડાઉને લઇને આ ઉધોગો બંધ છે, જેને લઈને તેમની સ્થતિ દિવસેને દિવસે બગડી રહી છે, ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા રણછોડ નિકેતનમાં રહેતા યુપી - બિહાર અને ઓડિશાવાસીઓ આખરે મજબુર બની બેનરો સાથે રોડ ઉપર આવ્યા હતા.

લોકડાઉન બાદ સતત આંખ આડા કાન કરતા તંત્રને લઈ રોષ વ્યકત કર્યો હતો. હમ ભૂખ સે મર રહે હે, હમેં ઘર ભેજો, હમેં ખાના દો, જેવા બેનરો સાથે સૂત્રો ચાર કરનાર એક બે નહિ પણ 2500થી વધુ હોવાનું જણાવ્યું છે. આ લોકોએ એક વિડીયો વાઇરલ કરીને ક્યાંતો તેમના જમવાની સગવડ કરે અથવા તેમના વતન જવા માટે કોઈ વ્યવસ્થા કરી આપવાની ગુહાર લગાવી છે આ વિડીયોમાં તેમને ગુજરાતના સીએમ અને ભારતના પીએમને પણ મદદ માટે માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, અમરોલીમાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આ વિસ્તાર આખો મજૂર, નોકરિયાત વર્ગથી ભરેલો હોવાનું અને કોઈ પણ સામાજિક સંસ્થાઓ પણ અહીંયા રાહત સામગ્રી કે અનાજની કીટ લઈને આવતી ન હોવાનું જણાવ્યું હતું.
First published: April 11, 2020, 4:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading