Lockdown: અંતિમયાત્રા રથમાં સવાર થઈને સુરતમાંથી લોકો નીકળી પડ્યા વતન જવા


Updated: March 26, 2020, 10:45 PM IST
Lockdown: અંતિમયાત્રા રથમાં સવાર થઈને સુરતમાંથી લોકો નીકળી પડ્યા વતન જવા
અંતિમયાત્રા રથમાં સવાર લોકોની તસવીર

સરકાર દ્વારા 21 દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવતા લોકો સુરત શહેર બહાર જવા લાગ્યા છે. ત્યારે આજે લોકો મૃત્યુ બાદ સ્મશાન માટે મૃતદેહ અંતિમ કિયા માટે જે ગાડીમાં લઇ જવામાં આવે છે તે અંતિમયાત્રા રથમાં લોકો સુરત છોડી વતન તરફ જતા જોવા મળ્યા હતા.

  • Share this:
સુરતઃ કોરોના વાયરસ (coronavirus) જે રીતે ગુજરાતમાં (Gujarat) પોતાનો પગ પેસરો કરી રહિયા છે ત્યારે સરકાર દ્વારા 21 દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવતા લોકો સુરત શહેર બહાર જવા લાગ્યા છે. ત્યારે આજે લોકો મૃત્યુ બાદ સ્મશાન માટે મૃતદેહ અંતિમ કિયા માટે જે ગાડીમાં લઇ જવામાં આવે છે તે અંતિમયાત્રા રથમાં લોકો સુરત છોડી વતન તરફ જતા જોવા મળ્યા હતા.

કોરોના વાયરસને લઈને દેશ સાથે દુનિયામાં હાહાકાર મચી ગયો છે ત્યારે આ વાયરસના કેસ ભારતમાં દેખાઈ રહ્યા છે. ત્યારે દેશના પ્રધાન મંત્રીએ આ રોગ પર નિયતરણ કરવા માટે 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે ત્યારે સુરતમાં મજૂરી કરવા સાથે કારખાના રહીને અને પીજી અથવા મેસમાં જમવાનું જમીને પોતાનું ગુજરાન ચલાવતા લોકોની હાલત કફોડી બની હતી.

નોકરી બંધ થતાં આવક સાથે લોજ કે મેસ બંધ જમવા માટે તકલીફ પડતા. આ તમામ લોકો પોતાના વતન તરફ જવા લાગ્યા છે. ત્યારે ટ્રેન અને બસ બંધ હોવાને લઇને લોકો 500 કિલો મીટર પગપાળા ચાલતા નીકળી પડ્યા છે ત્યારેઆજે આવા લોકો એક ગાડીમાં બેસીને વતન જવા નીકળ્યા તે જોઈને રસ્તે જતા લોકો ચોકી ઉઠ્યા હતા.

આમતો આ ગાડીમાં મૃત્યુ બાદ અંતિમ ક્રિયા માટે મૃતદેહ  સ્મશાન ખાતે લઇ જવા આ અંતિમ રથ ઉપયોગ લેવામાં આવતો હોય છે. ત્યારે આજે આ અંતિમ રથમાં મૃતદેહ નહિ પણ લોકો સવાર થઈને જ્યાં દેખાય તે પણ સામાન સાથે આ જોઈને રસ્તા પરથી પસાર થતા લોકો એક સમય માટે વિચારવા મજબૂર થઈ ગયા હતા.
First published: March 26, 2020
વધુ વાંચો
अगली ख़बर