સુરત: Lockdownમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના શિક્ષકો ગેરહાજર રહેતા માંગવામાં આવ્યો ખુલાસો


Updated: April 10, 2020, 6:23 PM IST
સુરત: Lockdownમાં  નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના શિક્ષકો ગેરહાજર રહેતા માંગવામાં આવ્યો ખુલાસો
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ગેરહાજર શિક્ષકોને નોટિસ અપાઈ

એપેડેમિક ઇમરજન્સીમાં ફરજમાં બેદરકારી દાખવનારા શિક્ષકો પૈકી મોટાભાગના અમદાવાદ, વડોદરા, રાજયની બહાર ભાગી ગયા હતા.

  • Share this:
કોરોના વાયરસની મહામારીમાં સુરત છોડીને ભાગી ગયેલા ૨૦૯ શિક્ષકો પૈકી મોટાભાગના શિક્ષકો હાજર થઇ ગયા છે. આ શિક્ષકો પૈકી ઘણાંએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના શાસનાધિકારી વિમલ દેસાઇએ તા. ૬-૪-૨૦૨૦ના રોજ આપેલી નોટીસના જવાબમાં લોકડાઉનમાં ફસાઇ ગયા હોવાનો જવાબ રજુ કર્યો હતો. હજુ પણ ઘણાં શિક્ષકોએ ખુલાસો કર્યો ન હોવાથી તેઓને બીજી નોટીસ આપવામાં આવશે.

કોરોના વાયરસની સ્થિતીમાં મોટાભાગના શિક્ષકો ગેરહાજર રહેતા તેઓને નોટીશ પાઠવી યોગ્ય ખુલાસો માંગવામાં આવ્યો છે. આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના અધ્યક્ષ હસમુખ પટેલના જણાવ્યા મુજબ આ બાબત ખુબ જ ગંભીર છે.

સરકારની સુચના મુજબ એપેડેમિક ઇમરજન્સી હોવાથી શિક્ષકોને ફરજીયાત હેડ કવાર્ટસમાં રહેવાનું હતુ. પરંતુ ૨૦૯ જેટલા શિક્ષકો તા. ૬-૪-૨૦૨૦ સુધી હાજર જ હોવાથી કચેરીના આ શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે. ફરજમાં ગંભીર બેદરકારી દાખવનારા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ આપેલા ખુલાસાનો અભ્યાસ કરીને કાર્યવાહી કરવાને લેખિત નોધ શાસનાધિકારીને આપી દેવામાં આવી છે.

એપેડેમિક ઇમરજન્સીમાં ફરજમાં બેદરકારી દાખવનારા શિક્ષકો પૈકી મોટાભાગના અમદાવાદ, વડોદરા, રાજયની બહાર ભાગી ગયા હતા. સરકારી કર્મચારીઓને ફરજ ઉપર આવવા જવા ઉપર કોઇ જ પ્રતિબંધ લાદવામાં આવ્યો ન હતો. તેમ છતાં આ શિક્ષકો તા.૧૬મી માર્ચ પછી લાગુ પડાયેલી એપેડેમિક ઇમરજન્સી બાદ પણ શિક્ષણ સમિતીએ વારંવાર સુચના આપવા છતાં પણ આ ૨૦૯ શિક્ષકો સુરત છોડીને ભાગી ગયા હતા.
First published: April 10, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading