Lockdown : સુરતમાં કરિયાણું લેવા નીકળેલા યુવાનનું ફાયર બ્રિગેડની ગાડી સાથે અથડાતા મોત  


Updated: April 12, 2020, 8:35 AM IST
Lockdown : સુરતમાં કરિયાણું લેવા નીકળેલા યુવાનનું ફાયર બ્રિગેડની ગાડી સાથે અથડાતા મોત  
અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવકને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

ભેસ્તાન વિસ્તારમાં ફાયર બ્રિગેડની ગાડી સાથે બાઇકનો ધડાકાભેર અકસ્માત, એક ભાઈનું મોત બીજો ઇજાગ્રસ્ત

  • Share this:
શહેરમાં લોકડાઉન વચ્ચે ભેસ્તાન રેલવે ફાટક નજીક ફાયર ફાઇટર વ્હિકલ અને મોટર સાઇકલ વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં મોટર સાઇકલ લઇને કરીયાણુ લેવા જતા ચાલક યુવકનું મોત થયુ હતું. મોટર સાઇકલ પર પાછળ બેઠેલા મૃતકના નાના ભાઇને ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સ્મીમેર હોસ્પિટલમાંથી પ્રાપ્ત વિગત અનુસાર ભેસ્તાન આવાસમાં રહેતો ૨૧ વર્ષિય મોઇન રશીદ શેખ તેના નાના ભાઇ મોઇતને લઇને પોતાની મોટર સાઇકલ લઇને શનિવારે બપોરે કરીયાણુ લેવા નીકળ્યો હતો. ભેસ્તાન રેલવે ફાટર પર મોઇનની મોટર સાઇકલ અને સામેથી આવતા ફાયર ફાઇટર વચ્ચે અકસ્માત થયો હતો.

આ પણ વાંચો :  મોરબી : માવાના બંધાણીએ ડ્રોનથી કાચી-135ની ડિલિવરી મંગાવી, Tiktok વીડિયો વાયરલ થતા ધરપકડ

મોઇન અને મોઇતને ઇજા થઇ હતી. બન્નેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ફરજ પર હાજર તબીબોએ મોઇનને મૃત જાહેર કર્યો હતો. તેની બોડી પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે નાના ભાઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પોલીસે જણાવ્યું કે મોઇન તેના પિતા સાથે લગ્નનો સામાન ભાડે આપવાનું વ્યવસાયમાં મદદ કરતો હતો. ડિંડોલી પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : બૂટના તળિયાથી પણ કોરોના ફેલાઈ શકે છે, હવામાં 13 ફૂટ સુધી વાયરસની અસર રહે છે : સંશોધન

ઉલેખનીય છેકે અકસ્માત એટલો ગંભીર થયો હતોકે બાકી ફાયર ની ગાડી માથી ખેચી ને બહાર કાઢવી પડી હતી . મોટી સંખ્યામાં લોકો પણ ભેગા થઈ જતાં પોલીસે તમામ ને ભગાડ્યા હતા . 3 સેકન્ડ પેહલા કે 3 સેકન્ડ પછી મોઈન નીકળો હતે તો તે અકસ્માત માથી બચી ગયો હતો.
First published: April 12, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading