Lockdown : સુરતમાં દૂધના કેનમાં 135ના માવા ભરી નીકળેલા ભેજાબાજને પોલીસે ઝડપી પાડ્યો

Lockdown : સુરતમાં દૂધના કેનમાં 135ના માવા ભરી નીકળેલા ભેજાબાજને પોલીસે ઝડપી પાડ્યો
વ્યસનીઓને માદક દ્રવ્યો પહોંચાડવા નીકળેલો ભેજાબાજ કાપોદ્રા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

લૉકડાઉનમાં વ્યસનીઓ સુધી પહોંચવા ગલ્લાવાળાનું કારસ્તાન, પોલીસને શંકા જતા ભાંડો ફૂટ્યો

  • Share this:
સુરત :  કોરોના વાઇરસ ને લઇને 21 દિવસ નું લોકડાઉન છે ત્યારે સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુ માટે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. કેટલાક લોકો આ છૂટછાટનો દૂરુપયોગ કરતા જોવા મળે છે. ગતરોજ દૂધના કેનમાં 135 માવા વેચવા નીકળેલા ઈસમે પોલીસે ઝડપી પાડીને તેની ગાડીની તલાશી લેતા તેના દૂધના કેનમાંથી માવા મળી આવતા પોલીસે આ યુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી હતી.

કોરોના વાઇરસને લઇને સરકર દ્વારા 21 દિવસ નું લોકડાઉન આપવામાં આવ્યું છે ત્યારે વ્યવસનીઓ પોતાની તલપ વગર રહી શકતા નથી. ત્યારે આવા સમયે આવા લોકો મોં માગ્યા રૂપિયા આપીને  વ્યસન કરતા હોય છે. ત્યારે આવી તક વેપારી પણ ઝડપી લેતા હોય છે, ત્યારે આવા લોકોને દુકાન આવશ્યક ચીજવસ્તુમાં નહિ આવતી હોવાથી બંધ રાખવામાં આવી છે.



આ પણ વાંચો :  Coronavirus : રાજ્યમાં કોરોનાની શરૂઆત થઈ એ વિસ્તારમાં 24 કલાકમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા

વ્યસનીઓ પોતાની જરૂર પુરી કરવા વેપારીને કહે છે અને વેપારી તમામ વસ્તુ તેમની સુધી પહોંચાડદતા હોય છે. ત્યારે સરકાર દ્વારા આ સમયે આવશ્યક ચીજવસ્તુ ની છૂટછટો આપી છે ત્યારે આ તકનો લાભ ઉઠાવીને લોકો વ્યસનની વસ્તુની હેરા ફેરી કરતા જોવા મળે છે.

આ પણ વાંચો :  Coronavirus : 3 મહિના બાદ યોજાઈ શકે છે IPL, વગર પ્રેક્ષકોએ ટૂર્નામેન્ટ યોજવાની તૈયારી

દરમિયાન ગઈકાલે બપોરે શહેરના કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાંથી એક શખ્સ દૂઘનું કેન મોટર સાયકલ પર બાંધીને પસાર થઈ રહ્યો હતો. આ શખ્સે તેનું દૂધનું કેન વ્યવસ્થિત રીતે બાંધ્યુ નહોતું. શખ્સે માસ્ક પણ પહેર્યુ નહોતું તેથી પોલીસને શંકા ગઈ હતી. પોલીસે આ શખ્સને રોકીને દૂધના કેનની તલાશી લેતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. દૂધના કેનમાંથી મોટી સંખ્યામાં કાચી-135ના માવા મળી આવ્યા હતા.
Published by:News18 Gujarati
First published:April 10, 2020, 11:36 am

ટૉપ ન્યૂઝ