Lockdown: સુરતમાં સ્વીગી, ઝોમેટો, બીગ બાસ્કેટ જેવી કંપનીઓને હોમ ડિલિવરીની મંજૂરી, દુકાનો 24 કલાક ખુલ્લી રખાશે


Updated: March 26, 2020, 11:22 PM IST
Lockdown: સુરતમાં સ્વીગી, ઝોમેટો, બીગ બાસ્કેટ જેવી કંપનીઓને હોમ ડિલિવરીની મંજૂરી, દુકાનો 24 કલાક ખુલ્લી રખાશે
પ્રતિકાત્મક તસવીર

શહેરીજનોને સરળતાથી અનાજ, કરીયાણું, શાકભાજી જેવી રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના અધ્યક્ષસ્થાને સુરત શહેરમાં આવેલા વિવિધ મોલ, રીટેઈલર, હોલસેલર, કરિયાણાંના દુકાનદારો, પ્રતિનિધિઓની સાથે બેઠક યોજાઇ હતી. 

  • Share this:
સુરતઃ વૈશ્વિક મહામારી કોરોના વાયરસના (coronavirus) કારણે ઉભી થયેલી વિકટ પરિસ્થિતિમાં તમામ શહેરીજનોને સરળતાથી અનાજ, કરીયાણું, શાકભાજી જેવી રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના અધ્યક્ષસ્થાને સુરત શહેરમાં આવેલા વિવિધ મોલ, રીટેઈલર, હોલસેલર, કરિયાણાંના દુકાનદારો, પ્રતિનિધિઓની સાથે બેઠક યોજાઇ હતી.

બેઠકમાં મ્યુ. કમિશનરએ શહેરીજનોની સુવિધા માટે જરૂરી નિર્ણયો લીધા હતા. તેમણે દુકાનો/મોલમાં બિનજરૂરી ભીડ ન થાય તે માટે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનું વેચાણ કરતા મોલ/દુકાનો ૨૪ કલાક ખુલ્લી રાખી શકાશે એમ જણાવ્યું હતું. સાથોસાથ તેમણે દુકાનો, મોલમાં બિનજરૂરી ભીડ ન થાય તે માટે સોશિયલ ડિસ્ટન્ટસ જાળવવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવાની તાકીદ કરી હતી.

 

આ ઉપરાંત, હોમ ડિલીવરી કરતી કંપનીઓ, સંસ્થાઓએ હોમ ડિલીવરી કરવા બેકવર્ડ લીન્કેજના સ્મૂધ ઓપરેશન માટે કલેકટર અને પોલીસ કમિશનર સાથે સંકલનમાં રહી સુરત મહાનગરપાલિકા પાસેથી જરૂરી પાસ મેળવી લેવાના રહેશે એમ જણાવ્યું હતું. બેઠકમાં સ્થાનિક કુરીયર એજન્સીના પ્રતિનિધિઓએ એ.પી.એમ.સી. મારફતે શાકભાજીની ડીલીવરી કરવા માટે તૈયારી દર્શાવી હતી.

જયારે સ્વીગી, ઝોમેટો, એમેઝોન, ફ્લીપકાર્ટ બીગ બાસ્કેટ, મિલ્ક બાસ્કેટ, ગ્રોફર્, બીગ બાઝાર, ડોમિનોઝ, બ્લ્યુ ડાર્ટ જેવી ઓનલાઈન સહિતની સેવાઓના ડીલીવરી બોયઝને પણ સેવા આપવા મંજૂરી આપવામાં આવી છે. આ અંગે મનપા કમિશ્નરે જણાવ્યું હતું કે લોકડાઉન હોવા છતાં, લોકોને જરૂરી ચીજવસ્તુઓ માટે કોઈ તકલીફ ન પડે એ માટે અગાઉ બપોરે ૧૨થી સાંજે ૪ વાગ્યા સુધી ખરીદી માટે નીકળવાની મંજુરી આપવામાં આવી હતી.

આમછતાં લોકો સમજ્યા વગર જ ગમે તે સમયે બહાર નીકળવા લગતા પોલીસ સાથે ઘર્ષણના બનાવો વધી રહ્યા છે. લોકો સહકાર આપતા નથી, એ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સામે ખુબ ગંભીર બાબત છે. પરિણામે જરૂરી ચીજ વસ્તુઓની દુકાનો ૨૪ કલાક ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવી છે. જયારે શહેરની ૨૧૬ સોસાયટીઓમાં ૧૮૦ લારીવાળા જૈને શાક પહોંચાડી શકશે, જેથી એ લોકોએ બિનજરૂરી બહાર ન નીકળવું પડે. આગામી દિવસોમાં આ સંખ્યા જરૂર પડ્યે વધારવામાં આવશે.
First published: March 26, 2020
વધુ વાંચો
अगली ख़बर