સુરત : શ્રમિકોને રેલવેની 500 રૂ.ની ટિકિટ 2800 રૂપિયામાં વેચતો શખ્સ ઝડપાયો, નગર સેવકે કર્યો ઘટસ્ફોટ


Updated: May 18, 2020, 4:59 PM IST
સુરત : શ્રમિકોને રેલવેની 500 રૂ.ની ટિકિટ 2800 રૂપિયામાં વેચતો શખ્સ ઝડપાયો, નગર સેવકે કર્યો ઘટસ્ફોટ
રેલ સંઘર્ષ સમિતિની રેડમાં ઝડપાયેલા આ શખ્સે કથિત રીતે 2800 રૂપિયામાં પાંચસો રૂપિયાની ટિકિટ વેચી

ગરીબ શ્રમિકોને લૂંટતા દિનાનાથા નામના શખ્સને રેલ સંઘર્ષ સમિતિએ દરોડા પાડી ઝડપ્યો, કોંગ્રેસના નગર સેવકે પોસ્ટ કરેલા વીડિયોથી ખળભળાટ

  • Share this:
સુરત :  કોરોના વાઇરસને લઇને લોકડાઉન વચ્ચે શ્રમિકોના વતન જવા માટે તંત્ર દ્વારા ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે ત્યારે સુરતથી દરોજ 14 થી લઇને 20 ટ્રેન શ્રમિકો તેમના વતન તરફ લઈએં નીકળે છે ત્યારે આ શ્રમિકોને ટિકિટ મળતી નથી અને મળે છે તે કળા બજારમાં ખરીદવી પડે છે ત્યારે આવી એક ઘટના ટિકિટ લેવા માટે સુરતના  પાંડેસરા બની છે. અહીંયા ભવાની નગરમાંથી ટ્રેનની ટિકિટની કાળા બજારી કરતા એકને ઝડપી પાડ્યો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. રેલ સંઘર્ષ સમિતિએ રેડ પાડીને એક શખ્સને 2800 રૂપિયાના ભાવે રેલવેની ટિકિટ બ્લેકમાં વેચતા ઝડપી પાડ્યો છે. દરમિયાન આ ઘટનાનો વીડિયો કોંગ્રેસના કોર્પોરેટર સાયકલવાળાએ ફેસબૂકમાં પોસ્ટ કર્યા બાદ રાજકીય માહોલ ગરમાયો છે.

ગઈકાલે રાત્રે 1 વાગ્યાના અરસામાં રેલ સંઘર્ષ સમિતિએ રેડ કરી હતી. જેમાં 2800ના ભાવ સાથેની ટિકિટ વેચવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું. કોરોના વાઇરસને લઈને લોકડાઉન વચ્ચે રોજી રોટી માટે સુરત આવીને વસેલા લોકો વેપાર ઉધોગ બંધ હોવાને લઇને વતન વાપસી કરી રહ્યા છે ત્યારે દરોજ અનેક ટ્રેન સુરતથી ઉપડે છે પણ શ્રમિકોને તેમાં નંબર નથી લાગતો કારણકે આ ટ્રેનની ટિકિટના કાળા બજાર થાય છે, ત્યારે આવી એક ઘટના પ્રકાશમાં આવી છે.

ગતરોજ રાત્રે સુરતના  પાંડેસરા ભવાની નગરમાંથી ટ્રેનની ટિકિટની કાળા બજારી કરતા એકને રેલ સંઘર્ષ સમિતિએ ઝડપી પાડ્યો છે. 150થી વધુ યુપીવાસીઓ બ્લેકમાં ટિકિટ લેવા લાઇન લગાડી ઉભા હતા. રાત્રે 1 વાગ્યાના અરસામાં રેલ સંઘર્ષ સમિતિએ રેડ કરી કાળા બજારી કરનારને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો ટિકિટ બ્લેકર દીનાનાથ તરીકે ઓળખાય છે.

આ પણ વાંચો :  સુરત : પરપ્રાંતીયોને અપાતી ટિકિટમાં કૌભાંડ? 30 લોકો 2019ના વર્ષની ટિકિટ સાથે ઝડપાયા

આ વ્યક્તિએ ફોર્મ ભરીને 1600 ટિકિટ લઈ આવતા સેન્ટર પરથી 500 રૂપિયામાં ટિકિટ લાવી બ્લેકમાં વેચતો હોવાની કબૂલાત પણ કરી લીધી હોવાની વાત છે. તાત્કાલિક વતન જવાની તૈયારી કરતા યુપીવાસીઓ 2800માં ટિકિટ પણ લેતા હતા. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે જોકે આ ઇસમાં 500 રૂપિયાની ટિકિટ 2800 રૂપિયા માં વેચીને શ્રમિકોને લૂંટી રહ્યો હતો.

આ પણ વાંચો :   રાહતના સમાચાર : ભારતમાં કોરોનાના દર્દીઓના સાજા થવાની ટકાવારી વધી, 38 ટકા દર્દી સાજા થયાજોકે લોકડાઉન વચ્ચે શ્રમિકો પાસે વતન જવા રૂપિયા નથી ત્યારે આ સમયે તંત્ર દ્વારા સમાજના  અને રાજકીય આગેવાનોને જે સત્તા આપી છે તેનો ઉપયોગ તે જનહિતમાં કરતા પોતાના હિતમાં રાખીને શ્રમિકોને લૂંટી રહ્યા છે ત્યારે આ કાર્યમાં ભાજપના કાર્યકર્તા નગર સેવક અને તેમના પરિવારના લોકો આ સમયે શ્રમિકોને લીટીને લખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે ત્યારે હજુ પણ અનેક શ્રમિકોને વતન જવા નથી મળી રહ્યુ ત્યારે તે રસ્તા પર ઉતરીને હોબાળો મચાવતા હોય છે, ત્યારે હવે આ મામલે તંત્ર દ્વારા કડક થઈ કદમ ઉઠાવવવા જોઈએ.
First published: May 18, 2020, 4:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading