Home /News /south-gujarat /સુરત : લૉકડાઉનમાં છૂટ મળતા જ સમડીઓ સક્રિય, મોબાઇલ સ્નેચીંગની ઘટનાનો Video

સુરત : લૉકડાઉનમાં છૂટ મળતા જ સમડીઓ સક્રિય, મોબાઇલ સ્નેચીંગની ઘટનાનો Video

સુરતના અમરોલી વિસ્તારની ઘટના, સ્નેચિંગની વીડિયો સીસીટીમાં કેદ થયો. ગઠિયાઓ આવી રીતે ઝૂંટવે છે મોબાઇલ અને ચેઇન

સુરતના અમરોલી વિસ્તારની ઘટના, સ્નેચિંગની વીડિયો સીસીટીમાં કેદ થયો. ગઠિયાઓ આવી રીતે ઝૂંટવે છે મોબાઇલ અને ચેઇન

    કોરોના વાઇરસને લઈને લોકડાઉન હોવાના કારણે સુરત પોલીસનો માથાનો દુખાવો બનેલ મોબાઇલ સ્નેચરોએ થોડા સમય માટે અદૃશ્ય થયા બાદ હવે ફરી દેખા દીધી છે.  મોબાઇલ સ્નેચિંગની ઘટના આમ તો બધી જોઈ થઇ ગઈ હતી પણ જેરીતે છૂટછાટ મળતાની સાથે જ આ તસ્કરો ફરી બેકાબૂ બન્યા છે. જોકે મોટર સાઇકલ પર આવીને મોબાઈલ સ્નેચિંગ કરતા હોવાની એક ઘટના સીસી ટીવી માં કેદ થઇ છે. ત્યારે આ સીસીટીવી ના આધારે પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ  કરી છે.

    એક સપ્તાહ પહેલાં  સુધી શહેરમાં લૉકડાઉન શરૂ હતું અને તેના લીધે ચોરી ચમાટી જેવા ગુનાઓને અંજામ આપતા લોકો પણ ભુગર્ભમાં ઉતરી ગયા હતા. જોકે, અનલૉક થતાની સાથે જ હવે આ લોકો પાછા બિલાડીના ટોપની જેમ દેખાવા લાગ્યા છે. શહેરમાં આજે ફરી વાર એક મોબાઇલ સ્નેચિંગની ઘટના બની છે.

    શહેરમાં અમરોલી વિસ્તારમાં આવી જ એક મોબાઇલ સ્નેચિંગની ધટના બની છે. મોબાઇલ સ્નેચિંગની આ ઘટનાનો લાઇવ વીડિયો CCTV ફૂટેજમાં કેદ થઈ ગયો હતો. બનાવની વિગત એવી છે કે અમરોલીના રધુવીર ચાર રસ્તા પાસે બે દિવસ પહેલાં આ બનાવ બન્યો હતો. એક રાહદારી ફોનમાં વાત કરતો હતો ત્યારે તેનો મોબાઇલ ઝૂંટવી અને સમડીઓ બાઇક પર નાસી ગયા હતા. પોલીસે આ મામલે સતર્કતા દાખવવાની જરૂર છે કે હવે અનલૉક થતા આવા ગુનાને અંજામ આપતા લુખ્ખાઓ પર લગામ મૂકે.



    આ પણ વાંચો :  તસવીરો : અમદાવાદમાં ધમાકેદાર વરસાદ, શહેરમાં 1-2 ઇંચ જેટલો ખાબક્યો, નવા વાડજમાં વૃક્ષ ધરાશાયી


    આ મામલે અમરોલી પોલીસ મથકમાં ચોરી અને લૂંટની ઘટનાની ફરિયાદ નોંધાઈ છે. સુરતમાં અગાઉ પણ આવા ગઠિયાઓ આયોજનપૂર્વક ચોરી કરતા અને સ્નેચીંગ કરતા ઝડપાયા છે ત્યારે આ જૂના ગુનેગારો છે કે કોઈ નવી ગેંગ સક્રિય થઈ છે તે તો હવે તપાસનો જ વિષય બની રહ્યો છે.
    " isDesktop="true" id="988496" >
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन