Home /News /south-gujarat /

સુરતઃ પુણામાં ATMમાં ચોરીનો live video, વહેલી સવારે યુવકે પાંચ મિનિટમાં ડ્રોપ બોક્સ તોડી ચેકોની કરી ચોરી

સુરતઃ પુણામાં ATMમાં ચોરીનો live video, વહેલી સવારે યુવકે પાંચ મિનિટમાં ડ્રોપ બોક્સ તોડી ચેકોની કરી ચોરી

સીસીટીવી પરની તસવીર

તસ્કર atmના રૂમમાં પ્રવેશી ચેકબુકના બોક્સને તોડી તમામ ચેકો લઇ ફરાર થઇ ગયા હતા આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

સુરતઃ શહેરમાં HDFC બેન્કની પુણા કુંભારીયા બ્રાન્ચના એટીએમ રૂમમાં (ATM) મુકેલા ચેક ડ્રોપ બોક્ષને તોડી ચેકોની ચોરી થઈ છે. ગત વહેલી સવારે માત્ર પાંચ મિનિટમાં એક યુવાને ચોરી કરી ત્યારે બીજો યુવાન બહાર વોચમાં ઉભો રહ્યો હતો. જો કે બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

સુરતમાં ફરી એકવાર તસ્કરો નો આતંક સામે આવ્યો છે જેમાં હવે કોઈ ઘર કે મકાન નહિ પણ બેંકના atm નિશાને  લીધું હતું જેમાં તસ્કર atmના રૂમમાં પ્રવેશી ચેકબુકના બોક્સને તોડી તમામ ચેકો લઇ ફરાર થઇ ગયા હતા આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

પુણા કુંભારીયા રોડ પર મહેન્દ્ર પાર્ક સોસાયટી પ્લોટ નં.101,102માં આવેલી HDFCબેન્કની શાખામાંથી ચોરી થઈ છે. બેંકના મેનેજર પ્રવેશચંદ્ર સુરશચંદ્ર તિવારીએ પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં બે અજાણયા ઇસમો ઉં.વ.આશરે 20થી 30 વર્ષના જે પૈકી ATM રૂમમાં પ્રવેશનાર ઇસમે બ્લેક કલરનું જેકેટ પહેરીતથા બ્યુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલું હોય છે.

આ પણ વાંચોઃ-

બીજો ચોર ATM મશીનની બહાર વોચમાં ઉભો હોય છે. બન્ને તસ્કરો દ્વારા કરવામાં આવેલી ચોરી CCTVમાં કેદ થઈ ગઈ છે. જેમાં એક બ્લેક કલરનું જેકેટ તથા બ્લ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે તે ઇસમે ATM મશીન રૂમમાં પ્રવેશી ચેક ડ્રોપ બોક્સના નીચેના ભાગે આવેલ લોકવાળા ખાનાને કોઇ સાધન વડે તોડ્યું હતું.



બોક્સમાં તેમાં રહેલ કસ્ટમરોના ચેકો લઇ જઇ તેની સાથે આવેલ બીજા ઇસમ સાથે મળીને ચોરી કરી હતી. મંગળવારે બપોરે 12 વાગ્યે નિત્યક્રમ મુજબ ડ્રોપ બોક્ષમાંથી ચેક કાઢ્યા બાદ તેમાં કેટલા ચેક જમા થયા તેની બેન્ક મેનેજર પાસે જાણકારી ન હોય કેટલા ચેકની ચોરી થઈ તે જાણી શકાયું નથી.જોકે પોલીસે સીસીટીવી ના આધારે ગુનો નોંધી આરોપી પકડી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: સીસીટીવી, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन