સુરતઃ ગાંધી જન્મજ્યંતીના દિવસે જ ખુલ્લેઆમ દારૂના વેચાણનો વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: October 2, 2019, 8:20 PM IST
સુરતઃ ગાંધી જન્મજ્યંતીના દિવસે જ ખુલ્લેઆમ દારૂના વેચાણનો વીડિયો વાયરલ
વાયરલ વીડિયોની તસવીર

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા ડાયમંડ નાગરમાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થાય છે. આ વિસ્તારમાં દારૂના વેચાણનો વીડિયો અઠવાડિયામાં 3 વખત વાઇરલ થાય છે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરતઃ આમ તો ગાંધીના ગુજરાતમાં (Gujarat) દારૂ બાંધી (liqour ban) છે. અને તેમાં પણ આજે 2 ઓકટોબર આજના દિવસે દેશ ભરમાં દારૂનું વેચાણ બંધ હોય તેવામાં સુરતમાં ખુલે આમ દારૂનો વેચાણનો વીડિયો (video)સોશિયલ મીડિયામાં (social media) વાઇરલ (viral) થતા દોડધામ મચી જવા પામી છે. જોકે આ વિસ્તારનો વીડિયો અઠવાડિયામાં 3 વખત વાઇરલ થાય છે.

મળતી માહિતી પ્રમાણે આજે 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીનો (Mahatma Gandhi) જન્મ દિવસ (Birthday). આજના દિવસને દેશભરમાં બાપુની જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવે છે દેશ ભરમાં આજે દારૂની તમામ દુકાનો બંધ કરીને બાપુને યાદ કરવામાં આવે છે ત્યારે સુરતમાં આજ રોજ એક વીડિયો વાઇરલ થયો છે તે જોઈને ભલ ભલા લોકો ચોકી જશે.

કારણકે આજના દિવસે દેશ ભરમાં દારૂનું વેચાણ બંધ છે ત્યારે સુરતમાં દારૂનું ખુલે આમ વેચાણ થઇ રહ્યું છે. જોકે ગુજરાત એટલે મહાત્મા ગાંધીની જન્મ ભૂમિ અને ગુજરાતમાં દારૂબંધી છે તો પછી દારૂનું વેચાણ કેવી રીતે થાય આ વાતને લઈને સોશિયલ મીડિયા વાઇરલ થયેલા વીડિયોને લઈને અનેક સવાલ ઊભા થવા પામ્યા છે.

આ પણ વાંચોઃ-નવરાત્રીઃ સુરત એરપોર્ટમાં મુસાફરો અને સ્ટાફ ગરબે ઘૂમ્યા

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા ડાયમંડ નાગરમાં ખુલે આમ દારૂનું વેચાણ થાય છે. આ વિસ્તારમાં દારૂના વેચાણનો વીડિયો અઠવાડિયામાં 3 વખત વાઇરલ થાય છે. જોકે પોલીસ કાર્યવાહી કરે છે. કે કેમ તે એક સવાલ છે જો કાર્યવાહી કરે છે તો ફરી દારૂના આ અડ્ડા ચાલું કેવી રીતે થાય છે. જોકે જે જગ્યા ઉપર દારૂનું વેચાણ થઇ રહ્યું છે. તે જગ્યાનો 7 વખત વીડિયો વાઇરલ થયો છે. જોકે આજે ગાંધી જન્મ જ્યંતીને લઈને દારૂના વેચાણો વીડિયો વાઇરલ થતા પોલીસ પણ દોડતી થઇ ગઈ છે.
First published: October 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading