સુરતમાં સવારથી ધીમી ધારે શરૂ થયો વરસાદ, ગરમીમાંથી મળી રાહત


Updated: June 21, 2020, 10:48 AM IST
સુરતમાં સવારથી ધીમી ધારે શરૂ થયો વરસાદ, ગરમીમાંથી મળી રાહત
રસાદને કારણે લોકોને ગરમીમાં રાહત તો મળી પણ અસહ્ય બફારાને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

રસાદને કારણે લોકોને ગરમીમાં રાહત તો મળી પણ અસહ્ય બફારાને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

  • Share this:
સુરત : આજ સવારથી શહેરમાં ધીમી ધારે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે પાણી ભરાવાની ફરિયાદો ઉઠવા પામી છે. વરસાદે જ પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. જોકે, વરસાદને કારણે લોકોને ગરમીમાં રાહત તો મળી પણ અસહ્ય બફારાને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

શહેરમાં  હવામાન વિભાગની આગાહી વચ્ચે સતત વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતાં શહેર આખું પાણી પાણી થઈ ગયું હતું. સતત પડી રહેલા વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. બીજી તરફ વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદ નોંધાવા પામી છે.સુરતમાં આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. સતત  વરસી રહેલા વરસાદને લઇ તંત્ર ચિંતામા સતત વધારો થવા પામ્યો છે.

આ પણ જુઓ - 


આ પણ વાંચો - અમદાવાદ સામૂહિક આત્મહત્યા : અંતિમ પગલું ભરતા પહેલા બંને ભાઈઓએ જૂની યાદો તાજી કરી હતી

એક બાજુ કોરોનાનાં દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ જે રીતે વરસાદ વધી રહ્યા છે જેને લઇને પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી જવા પામી છે.વરસાદી પાણીના નિકાલ સાથે કોરોના દર્દીની બેવડી કામગીરી મનપા કર્મચારી હાલત બગાડી નાખી છે. સતત વરસી રહેલા વરસાદને લઈને સુરતમાં લોકો ગરમીમાં રાહત મળી છે.બીજી તરફ ભેજવાળા વાતાવરણને કારણે કોરોના દર્દી વધે તેવી દહેશતથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોના કામગીરી વચ્ચે સતત મનપા પ્રિ-મોન્સૂન કામગીરી કરી રહી છે.  ત્યારે આજે રવિવારના દિવસે વરસાદ પડતા સુરતના સુરતીઓ આમતો રવિવાર ને ખાસ રીતે ઉજવતા હોય છે ત્યારે તેમના રાગમાં ભાગ પડ્યો છે તેવી હાલત થઇ છે.
First published: June 21, 2020, 10:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading