તબીબો અકળાયા: 'જયંતિ રવિ માફી માંગે અથવા ડોક્ટરો પર લગાવેલો આરોપ સાબિત કરે, નહીં તો આંદોલન કરાશે'


Updated: July 10, 2020, 11:55 PM IST
તબીબો અકળાયા: 'જયંતિ રવિ માફી માંગે અથવા ડોક્ટરો પર લગાવેલો આરોપ સાબિત કરે, નહીં તો આંદોલન કરાશે'
આરોગ્ય સચિવ જયંતી રવી (ફાઈલ ફોટો)

પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, તેઓ સાબિત કરે કે, ટોસિલીઝુમેબ ઇન્જેક્શનના કાળા બજાર અને તેના દુરુપયોગમાં તબીબોના હાથ છે.

  • Share this:
સુરત : ઈન્ડીયન મેડીકલ એસોસિએશને રોષ ઠાલવાતો એક પત્ર લખી આજે આરોગ્ય સચિવ જયંતિ રવિ સમક્ષ એવી માંગણી કરી છે કે, તેઓ પોતાના શબ્દો પરત ખેંચે અને દિલગીરી વ્યક્ત કરે અથવા સાબિત કરે છે કે તબીબો દ્વારા જીવન રક્ષક ઇન્જેક્શનનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં ખાસ કરીને સુરત શહેરમાં કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તેને લઈને સરકાર દ્વારા જ એક ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં બહાર આવ્યું કે, કોરોના સામે જીવન રક્ષક ઇન્જેક્શન ટોસિલીઝુમેબની કાળાબજારી થઈ રહી છે.

હમણાં જ સુરત ખાતે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, આ ઇન્જેક્શનનો દુરુપયોગ તબીબો દ્વારા થઈ રહ્યો છે, ત્યારે હવે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા આજે આરોગ્ય સચિવ જયંતિ રવિને પત્ર લખવામાં આવ્યો છે અને સમગ્ર બાબતે રોષ સાથે ચીમકી આપવામાં આવી છે.

પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, તેઓ સાબિત કરે કે, ટોસિલીઝુમેબ ઇન્જેક્શનના કાળા બજાર અને તેના દુરુપયોગમાં તબીબોના હાથ છે. તબીબોએ આ કૃત્ય કર્યું છે તેઓ સાબિત કરે અથવા માફી માંગી દિલગીરી વ્યક્ત કરે અને પોતાના શબ્દો પાછા ખેંચે, કેમ કે આ ઇન્જેક્શનની સંપૂર્ણ વિતરણ વ્યવસ્થા સરકાર પાસે છે તો ખાનગી તબીબો કઈ રીતે આમાં જવાબદાર ગણાય.

જો આરોગ્ય સચિવ આ મામલે પોતાના શબ્દો પાછા નહીં ખેંચે તો, ઈન્ડીયન મેડીકલ એસોસિએશને પ્રતિકાત્મક આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આ પત્રમાં ઉચ્ચારવામાં આવી છે.
Published by: kiran mehta
First published: July 10, 2020, 10:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading