સુરત : શહેરી વિસ્તારમાં દીપડાના આંટાફેરા, પાલના પેટ્રોલ પમ્પમાં શ્વાન પર હુમલાનો Video થયો Viral

સુરત : શહેરી વિસ્તારમાં દીપડાના આંટાફેરા, પાલના પેટ્રોલ પમ્પમાં શ્વાન પર હુમલાનો Video થયો Viral
વીડિયો ગ્રેબ

સુરતીઓ ચેતજો હવે શહેરી વિસ્તાર સુધી પહોંચી ગયા છે દીપડા, પાલનો વીડિયો શોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ

  • Share this:
સુરત : રાજ્યમાં જંગલ કાંઠાના વિસ્તારોના રહીશોને રંજાડતા દીપડાની (Leopard) રેંજ હવે શહેરી વિસ્તાર સુધી વિસ્તરી રહી છે. રાજકોટ (Rajkot)શહેર બાદ સુરત (Surat) શહેરના શહેરી વિસ્તારોમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા છે. થોડા સમય પહેલાં જ અમદાવાદના શહેરી વિસ્તાર નજીક પણ દીપડો આવી ચઢ્યો હતો ત્યારે હવે સુરતીઓએ સાવધાન રહેવું પડશે. સુરત શહેરના પાલ (Pal Surat) વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પમ્પના સીસીટીવી વીડિયોમાં (CCTV Video) દીપડો કેદ થયો છે. દીપડો પાછળની દિવાલ કૂદીને ધસી આવ્યો અને પેટ્રોલ પમ્પના શ્વાનનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સદનસીબે શ્વાનનો (Leopard Attack Dog) જીવ બચી ગયો પરંતુ શહેરી વિસ્તારમાં દીપડાની આ હાજરી ભયજનક છે.

બનાવની વિગતો એવી છે કે શિયાળાની શરૂઆત થતાની સાથે દક્ષિણ ગુજરાતના છેવાડા પર આવેલા ગામોમાં દીપડો દેખાયો છે અને શ્વાન સાથે ઢોરનું મારણ કરવાની અનેક ઘટના સામે આવી છે. ત્યારે હવે આ દીપડા ખોરાકની શોધમાં શહેરી વિસ્તારમાં પ્રવેશવા લાગ્યા છે, ત્યારે થોડા સમય પહેલાં સુરતના હઝીરા વિસ્તારમાં આવેલી કંપનીના કેમેરામાં કેદ થયા બાદ અચાનક ગાયબ થઈ ગયો હતો.

આ પણ વાંચો : સુરત : 3 મહિનાથી પ્રેમિકા સાથે Live-inમાં રહેતા બૂટલેગરની હત્યા, મિત્રએ ચાકુનાં ઘા ઝીંકી પતાવી નાખ્યો

જોકે, હજીરાનો દરિયા કિનારો છેવાડે આવેલા વિસ્તાર છે પણ હવે આ દીપડા છેવાડા છોડીને સુરતના પાલમાં દેખાયો છે, સુરતનો પાલ વિસ્તારમાં એટલે હાલમાં વિકાસ પામેલો વિસ્તાર છે. અહીંયા મોટી સંખ્યામાં લોકો વસેલા છે ત્યારે તારીખ 22મીના રોજ પાલ ગૌરવપથ રોડ પર આવેલ એક પેટ્રોલ પમ્પના સીસીટીવીમાં અચાનક રાત્રી દરમિયાન એક દીપડો કેદ થયો હતો.

જોકે પેટ્રોલ પમ્પ પર રહેતા એક શ્વાનનું આ દીપડા દ્વારા મારણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આ ઘટનાને જોતા પેટ્રોલ પમ્પ પર કામ કરતા કર્મચારીએ રાત્રિ દરમિયાન નોકરી પર આવવાનુંતો બંધ કરી નાખ્યું  સાથે સાથે આ વાત સમગ્ર વિસ્તારમાં વાયુ વેગે પ્રસરાતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો છે.

આ પણ વાંચો :  મહેસાણા : સોનામાં આગઝરતી તેજી વચ્ચે ગઠિયાઓની હાથસફાઈ, 103 ગ્રામ સોનાની ચોરીનો Video

જોકે, સવારમાં મોર્નિંગ વૉક કરતા લોકો માટે પણ આ ઘટના ભયજનક છે ત્યારે વનવિભાગ આ વિસ્તારમાં પૂરતી વૉચ ગોઠવી અને કાર્યવાહી કરે તે હિતાવહ છે નહીતર દીપડાનો શિકાર કોઈ પણ વ્યક્તિ બની શકે છે.
Published by:Jay Mishra
First published:January 25, 2021, 17:18 pm

ટૉપ ન્યૂઝ