સુરત : 14 વર્ષની સગીરાને ભગાડી બદકામ કરનાર વકીલ ઝડપાયો, વકીલે કર્યો ચોંકાવનારો ખુલાસો

સુરત : 14 વર્ષની સગીરાને ભગાડી બદકામ કરનાર વકીલ ઝડપાયો, વકીલે કર્યો ચોંકાવનારો ખુલાસો
પ્રતિકાત્મક તસવીર

પોલીસની ટીમે વકીલ ચંદેલને ઝડપી પાડયો હતો અને કિશોરીનો કબજો તેની માતાને સોંપ્યો હતો

  • Share this:
સુરત : શહેરના અમરોલી વિસ્તારમાં 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ બદકામ કરનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો. કિશોરીનો કબજો પરિવારને સોંપ્યો હતો. કિશોરી સાથે લગ્ન નક્કી થયા બાદ તૂટી જતા યુવક તેને લગ્નની લાલચ આપી તેને લઈ ફરાર થઇ ગયો હતો.

અમરોલી ખાતે રહેતા એક પરિવારની ૧૪ વર્ષીય કિશોરીનું અપહરણ થયાની ફરિયાદ અમરોલી પોલીસ મથકમાં નોંધાઇ હતી, જેમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા રાજસ્થાનના ચિત્તોડગઢ જીલ્લાનો રહેવાથી વકીલ અમરા નાથ ચંદેલ આ કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાનું બહાર આવ્યું હતું, જ્યાં વકીલ ચંદલે યુવતી સાથે બંધ કામ પણ કર્યું હતું.આ પણ વાંચો - સુરત : મોબાઈલમાં ગેમ રમવા મુદ્દે ઝઘડો, લબરમૂછિયા મિત્રો વચ્ચે પટ્ટે-પટ્ટે મારા મારી

બનાવ અંગે અમરેલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન પોલીસની ટીમે વકીલ ચંદેલને ઝડપી પાડયો હતો અને કિશોરીનો કબજો તેની માતાને સોંપ્યો હતો. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, વકીલના આ કિશોરી સાથે લગ્ન નક્કી થયા હતા, જોકે તેના પરિવારે ના પાડી દેતા તેને લગ્નની લાલચ આપીને સાથે લઈ ફરાર થઈ ગયો હતો અને તેની સાથે બદકામ પણ કર્યું હતું કે, હાલ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - સુરતમાં પાડોશીઓ વચ્ચે લોહીયાળ ઝગડો, મહિલાની ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા, પોલીસ દોડતી થઈ

જોકે સુરતના અમરોલી વિસ્તાર બે દિવસ પહેલા ઘર નજીક આવેલી દુકાનમાં સામાન લેવા ગયેલી 10 વર્ષની બાળકી સાથે ટેમ્પો ચાલક દ્વારા શારીરિક છેડછાડ ઘટના બનવા પામી હતી તો બીજી બાજુ એક મહિલા પરિવારને આર્થિક મદદ કરવા માટે સાડી પર સ્ટોન લાગવાનું કામ શરૂ કર્યું હતું, પણ જે વેપારી પાસે સાડી લાવતી હતી તે વેપારી દ્વારા આ મહિલા પરની એકલતાનો લાભ લઇને દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ. જોકે આ બંને ઘટનામાં આરોપી હજુ પણ પોલીસ પકડથી બહાર છે ત્યારે આ આરોપીની પોલીસ કયારે ધરપકડ કરે છે તે જોવાનું રહ્યું.
Published by:kiran mehta
First published:January 12, 2021, 18:59 pm