સુરતઃ ગોડાદરામાં રૂ.15 હજારની લેતીદેતીમાં પાડોશીએ મહિલા સાથે કર્યું ન કરવાનું કામ, મામલો પોલીસ પાસે પહોંચ્યો

સુરતઃ ગોડાદરામાં રૂ.15 હજારની લેતીદેતીમાં પાડોશીએ મહિલા સાથે કર્યું ન કરવાનું કામ, મામલો પોલીસ પાસે પહોંચ્યો
પ્રતિકાત્મક તસવીર

બંને પરિવારે 2012માં ભાગીદારીમાં મકાનની દીવાલ બનાવડાવી હતી. ત્યારબાદ નારાયણસિંગે તેની બાજુમાં રહેતા અખિલેશ પાસે 15 હજાર લેવાના નીકળતા હતા. નારાયણસિંગે અવારનવાર પૈસા માંગ્યા હતા.

  • Share this:
સુરતઃ શહેરના ગોડાદરામાં (Godadara) દેવધગામ રોડ (Devadgam road) પર આવેલ ગંગોત્રી સોસાયટીમાં રહેતા સીંગ પરિવાર અને ચૌધરી પરિવારે 10 વર્ષ પહેલા ભાગીદારીમાં મકાનની દીવાલ બનાવી હતી. આ દીવાલ બનાવ્યા બાદ પણ સીંગ પરિવારે ચૌધરી પરિવાર પાસેથી 15 હજાર રૂપિયા લેવાના નીકળતા હતા. ગતરોજ સીંગ પરિવારે 15 હજારની માંગણી કરતા ચૌધરી પરિવાર ઉશ્કેરાયો હતો અને સીંગ પરિવારની મહિલાને (woman beaten) વાળ પકડી ખેંચી ધક્કો માર્યો હતો અને છુટ્ટો પથ્થ્થરમારો કર્યો હતો. જેમાં બેને ઇજા થઇ હતી. જેથી આખરે સીંગ પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી (police complaint) હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતના  ગોડાદરા દેવધગામ રોડ પર ગંગોત્રી સોસાયટીમાં રહેતા નારાયણસિંગ બંસીધરસિંગ સિંગ મશીન ઉપર સાડી ઉપર લેશ પટ્ટી મુકવાનો વ્યવસાય કરે છે. 10 વર્ષ અગાઉ નારાયણસિંગે મકાન રાખ્યા પછી ત્યાં જ વસવાટ કરતા હતા.આ સમયે બાજુના જ મકાનમાં ચૌધરી પરિવાર પણ રહેવા આવ્યો હતો. બંને પરિવારે 2012માં ભાગીદારીમાં મકાનની દીવાલ બનાવડાવી હતી. ત્યારબાદ નારાયણસિંગે તેની બાજુમાં રહેતા અખિલેશ પાસે 15 હજાર લેવાના નીકળતા હતા. નારાયણસિંગે અવારનવાર પૈસા માંગ્યા હતા. પરંતુ અખિલેશે બાદમાં આપી દેવાનું કહી વાયદાઓ આપ્યા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદની આયેશા જેવી ઘટના! 'મને બચાવવા માંગે છે તો બચાવી લે', બોયફ્રેન્ડને સેલ્ફી મોકલી યુવતીએ નહેરમાં ઝંપલાવ્યું

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાર અને એક્ટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત, મહાકાલ સેના અરવલ્લીના અધ્યક્ષ રાજપાલસિંહ રહેવરનું મોત

ગતરોજ પણ નારાયણસિંગે આ પૈસાની માંગણી કરી હતી. જેથી અખીલેશ વિજય ચૌધરી (રહે, ઘર નં. 119 ગંગોત્રી સોસાયટી, દેવધગામ રોડ ગોડાદરા), ગુડ્ડુ ઉર્ફે મિખીલેશ વિજય ચૌધરી અને તેની પત્ની નેહા ઉશ્કેરાયા હતા.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! આખા પરિવારે સાથે બેશીને ચા પીધી, પછી એક સાથે મોતને વ્હાલું કર્યું, સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યું દર્દ

આ પણ વાંચોઃ-જામનગરઃ પતિએ જાહેરમાં ખેલ્યો ખૂની ખેલ! સ્કૂલે જવા નીકળેલી શિક્ષિકા પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી, ભાઈએ જણાવ્યું કારણ

આ પણ વાંચોઃ-રાજકોટઃ મેસેન્જર અને 'ગંદી' સાઇટ ઉપર યુવતીઓને નિર્વસ્ત્ર નિહાળતા ચેતજો, ગોંડલના યુવકને થયો કડવો અનુભવ

અને ત્રણેય ઍકસંપ થઇ નારાયણસિંગના ઘરમાં ઘુસી આવ્યા હતા, જ્યાં ત્રણેયે ઍકસંપ થઇ નારાયણસિંગની પત્ની ગીતાદેવીના વાળ પકડી ખેંચી કાઢી તેમજ ધક્કો મારી તેને ઘસડી હતી. આ ઉપરાંત છુટા પથ્થરનો ઘા કરી નંદનીને નાક ઉપર ફેક્ચર કરી તથા જમણી આંખની પાંપણ ઉપર ઇજા કરી હતી.બનાવને પગલે બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે નારાયણસિંગે ગોડાદરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:ankit patel
First published:June 10, 2021, 16:07 pm