સુરતઃ સુરતમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની (accident)સતત ઘટના બની રહી છે. જોકે મોટા ભાગના અકસ્માતમાં યુવાનો બેફામ ગતિએ પોતાની ગાડી ચલાવતા હોવાથી અકસ્માત થતા હોય છે ત્યારે સુરતમાં (surat) આવી એક અકસ્માતમાં યુવાને ગંભીર પ્રકારની ઇજા થવા પામી છે. જોકે બાઈક અને એસટીબસ વચ્ચેના (Bike and st bus accident) અકસ્માતની ઘટના નજીકના સીસીટીવીમાં (CCTV) કેદ થવા પામી છે.
સુરતમાં દરરોજ અકસ્માત થતા હોય છે. જોકે મોટા પ્રમાણમાં બાઇક ચાલાક અને તેમાં પણ યુવાનોના અકસ્માત થાય છે. જેમે તેમને ગંભીર ઇજા અથવા મોત થતા હોય છે. ત્યારે સુરતના ઉધના વિસ્તરમાં આજે એકે અકસ્માત સામે આવ્યો છે તે જોઈને ભલભલાના રુંવાટા ઉભા થઈ જશે.
સુરતના ઉધના વિત્તરમાં આવેલા એસટી બસે નજીક એક યુવાન પોતાની બાઇક સર્વિસ રોડ પર બેફામ ગતિએ હંકારીને જતી હતો. જોકે અચાનક એસટી ટેપોમાંથી એક બસ નીકળતાની સાથે આ યુવાન અચાનક ધકાડા ભેર આ બસમાં અથડાયો હતો જેને લઈને ટી ઘભીર ઇજા થવા પામી હતી.
જોકે અકસ્માતને લઈને સ્થાનિક લોકો તાત્કાલીક દોડી આવીને આ યુવાને 108 ઇમર્જનશી સર્વિસ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે ઘટનાની જાણકારી મળતાની સાથે લોકોના ટોળા એકત્ર થયા હતા. આ ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ તાતકાલિક બનાવ જગ્યા પર દોડી જઈને આ મામલે ગુનો દાખલ કરી ને આ મામલે તપાસ સાહરુ કરી હતી.
જોકે આ ઘટના અને લઈને થોડા સમાય માટે લોકોમાં એસટીના ડાઇવર સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. જોકે સીસીટીવી બાદ આ બસના ડાઇવરનો નહી પણ બાઇક ચાલાકની બેદરકારી સામે આવી હતી. જોકે આવી ઘટના સતત બની રહી છે. ત્યારે આ ઘટના બાઇક ચલાવતા અને તેમાં પણ બેફામ ગતિએ દોડતા યુવાનો માટે ચેતવણી રૂપ કિસ્સો છે.