Home /News /south-gujarat /સુરતનો ચેતવણીરૂપ કિસ્સો! ઘરમાં એકાંતમાં વીડિયો કોલમાં સામસામે નિર્વસ્ત્ર થયા યુવક-યુવતી પછી...

સુરતનો ચેતવણીરૂપ કિસ્સો! ઘરમાં એકાંતમાં વીડિયો કોલમાં સામસામે નિર્વસ્ત્ર થયા યુવક-યુવતી પછી...

પ્રતિકાત્મક તસવીર

ફેસબુક ઍકાઉન્ટમાં સુમીતા શર્મા નામની યુવતીઍ ફેન્ડ રીકવેસ્ટ મોકલી હતી જે રીકવેસ્ટ અનિકેતે ઍક્સસેપ કરી હતી. ત્યારબાદ બંને જણા ચેટીંગ કરતા અને વીડિયો કોલ ઉપર સુમીતા સેક્સની વાતો કરતી હતી.

સુરતઃ અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ જ વધ્યો છે ત્યારે સોશિયલ મીડિયાનો (social media) દુરઉપયોગ પણ એટલો જ વધ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી હનીટ્રેપની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે સુરતમાં (surat) એક ચોંકાવનારી હનીટ્રેપની (honeytrap) ઘટના સામે આવી હતી. સરથાણા (sarthan) વિસ્તારમાં રહેતા 26 વર્ષીય યુવકને ફેસબુક ઉપર યુવતી સાથે થયેલી ફેન્ડશીપ ભારે પડી છે. યુવતીઍ શરુઆતમાં મોબાઈલ ઉપર ચેટીંગ (mobile chating) કર્યા બાદ વીડિયો કોલ (video call) કરી બંને જણા નીવસ્ત્ર થયા હતા જેનું યુવતીઍ વીડિયો રેકોડીંગ (Video recording) કરી વીડિયો વાયરલ (video viral) કરી દેવાની ધમકી આપી ઍક લાખની માંગણી કરી હતી. તેમજ ટોળકીના સાગરીતે ઍલસીબીના (LCB) નામે ફોન કરી પતાવટના બહાને ધમકાવ્યો હતો જાકે યુવકની ફરિયાદને આધારે સરથાણા પોલીસે છટકું ગોઠવી નાણા લેવા આવેલા ટોળકીના ઍક સાગરીતને ઝડપી પાડ્યો હતો.

સરથાણા પોલીસના જણાવ્યા મુજબ સરથાણા શ્યામધામ મંદિર પાસે રહેતા 26 વર્ષીય યુવક અનિકેત (નામ બદલેલ છે)ને મહિના પહેલા ફેસબુક ઍકાઉન્ટમાં સુમીતા શર્મા નામની યુવતીઍ ફેન્ડ રીકવેસ્ટ મોકલી હતી જે રીકવેસ્ટ અનિકેતે ઍક્સસેપ કરી હતી. ત્યારબાદ બંને જણા ચેટીંગ કરતા અને વીડિયો કોલ ઉપર સુમીતા સેક્સની વાતો કરતી હતી. દરમિયાન ગત તા 14 માર્ચના રોજ સાંજે બંને જણાઍ ઘરમાં ઍકાંતમાં હતા તે વખતે વીડિયો કોલમાં સામસામે નીવસ્ત્ર થયા હતા.

સુમીતાઍ પોતાનો અવાજ બંધ રાખી વીડિયો રેકોડીંગ કરી લીધું હતુ અને તે વીડિયો અનિકેતને ફેસબુકમાં મેસેન્જરમાં મોકવ્યો હતો. અને મેસેજ કરી કે આપણો નગ્ન વીડિયો મારી પાસે છે હવે તું મને ઍક લાખ રૂપિયા મારા ઍકાઉન્ટમાં હું કહુ ત્યારે નાંખી દેજે અને તેમ ન કરશે તો આપણો નગ્ન વીડિયો વાયરલ કરી તને બદમાન કરી દઈશ હોવાનુ કહ્નાં હતુ. અનિકેત સુમીતાને ફેસબુકમાંથી અનફેન્ડ કરી નાખી હતી.

આ પણ વાંચોઃ-નોકરના પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ ખીલીરૂપ પ્રોફેસર પતિની કરાવી હત્યા, પ્રેમીએ ઉતાર્યો મોતને ઘાટ

આ પણ વાંચોઃ-રાજકોટઃ જેતપુરમાં હોળીના જ દિવસે જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, મોટા ભાઈએ નાનાભાઈની કાતર વડે કરી હત્યા

સુમીતા અવાર નવાર ફોન કરી ઍક લાખ રૂપિયાની માંગણી કરી નાણા નહી આપે તો વીડિયો વાયરલ કરી દેવાની ગર્ભીત ધમકી આપતી હતી પરંતુ અનિકેતે નાણા આપવાની ના પાડતા ફેસબુકના મેસેન્જરમાં વીડિયો વાયરલ કર્યો હતો. ત્યારબાદ સુમીતાના મોબાઈલ પરથી જયરાજ જાડેજા નામના વ્યકિતઍ ફોન કરી પોતાની ઓળખ અમરેલી ઍલસીબીમાંથી બોલુ છુ અને તારી ઉપર અમદાવાદથી છોકરીના કાકાઍ અમરેલી ઍલસીબીમાં તું ઍ છોકરીનો સેક્સ વીડિયો વાયરલ કર્યા અંગેનો કેસ કર્યો છે.

આ પણ વાંચોઃ-હોળીના દિવસે પતિ પત્ની માટે લાવ્યો રૂ.700ની સાડી, નારાજ પત્નીએ કરી લીધી આત્મહત્યા

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમ પામવા યુવક પરિણીતાના પુત્રોની સ્કૂલ વાનનો ડ્રાઈવર બન્યો, ઘરે ચુંબનો કરી દુષ્કર્મ આચર્યું

જા તારે પતાવટ કરવી હોય તો ઍક લાખ મારા ઍકાઉન્ટમાં નાખી અથવા આંગડીયાથી હુ કહુ ત્યાં મોકલી આપવા કહ્યું હતું.  છેલ્લે રૂપિયા 45 હજાર આપવાનુ નક્કી થયું હતું. બીજી તરફ અનિકેતે આ અંગે સરથાણા પોલીસનો સંપર્ક કરી આખી સ્ટોરી કરી હનીટ્રેપ ટોળકીને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતુ અને તે મુજબ ગઈકાલે અનિકેતે પૈસા આપવાની તૈયારી બતાવી પૈસા લેવા માટે વરાછા મીનીબજાર વૈશાલી વડાપાઉ પાસે બોલાવ્યો હતો ત્યાં અનિકેત પાસે ઍક અજાણ્યો આવ્યો હતો અને જયરાજ સાથે કોન્ફરન્સમાં વાત કરાવી હતી ત્યારે જયરાજનું સાચુ નામ સંદીપ વાળા હોવાની બહાર આવ્યું હતું.
" isDesktop="true" id="1084635" >છટકુ ગોઠવીને નજીકમાં ઉભેલા પોલીસે ખંડણીના નાણા લેવા આવેલા યુવકને ઝડપી પાડ્યો હતો પોલીસની પુછપરછમાં યુવકે તેનું નામ દિવ્યાંગ કમલેશ ભટ્ટી (ઉ.વ.૧૯.રહે, નીલકંઠ સોસાયટી મારૂતી ચોક વરાછા) હોવાનુ જણાવ્યું હતું અને તેને ગામના સંદીપ જારુભા વાળાઍ પૈસા લેવા માટે મોકલ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે અનિકેતની ફરિયાદ લઈ સુમીતા શર્મા, સંદીપ જારુભા વાળા (રહે, સીમરણ સાવરકુંડલા અમરેલી), અને દિવ્યાંગ ભટ્ટી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:

Tags: Facebook, Honey trap, Social media, Video Call, ગુજરાત, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन