Home /News /south-gujarat /સુરતઃ પ્રેમને પામવા માટે યુવકે પરિવારને બાનમાં લઈ સગાઈના દિવસે જ યુવતીનું કર્યું અપહરણ, મંગેતરને મારી છરી

સુરતઃ પ્રેમને પામવા માટે યુવકે પરિવારને બાનમાં લઈ સગાઈના દિવસે જ યુવતીનું કર્યું અપહરણ, મંગેતરને મારી છરી

પ્રતિકાત્મક તસવીર

'તે મારી નહી થાય તો કોઈની નહી થવા દઉ અને તેની સાથે જે પણ લગ્ન કરશે. તેને હું મારી નાંખીશ' તેવી ધાક ધમકી આપતો હતો.

સુરતઃ શહેરના (surat city) પુણાગામ કારગીલ ચોક વિસ્તારમાં ગઈકાલે બુધવારે સાંજે સગાઈની (Engagement) તૈયારીઓ ચાલતી હતી. તે દરમિયાન યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ (one side love) બનેલા માથાભારે યુવક વતનથી સાગરીતો સાથે ધસી આવ્યો હતો. અને પરિવારને ચપ્પુની (family) અણીએ બાનમાં લઈ યુવતીનું અપહરણ કરી ગયા હતા. યુવતીને છોડાવવા માટે તેનો ભાવિપતિ વચ્ચે પડતા તેને જાંઘના ભાગે ચપ્પુના ઘા (attack with knife) માર્યા હતા. યુવકે પહેલાથી જ યુવતી તેની નહી થાય તો કોઈની નહી થવા દઉ અને તેની સાથે જે પણ લગ્ન કરશે તેને મારી નાંખવાની ધમકી આપી હતી.

મૂળ  અમરેલીના સાવરકુંડલા થોરડી ગામે રહેતા 28 વર્ષીય કૌષિક જયસુખભાઈ બરવાળીયા છેલ્લા પંદર દિવસથી તેની પત્ની અને 25 વર્ષીય બહેન સાથે સુરતમાં પુણાગામ કારગીલ ચોક સરીતા સોસાયટીમાં રહેતા મોટાભાઈના ઘરે રહેવા માટે આવ્યો છે.

કોષિકની બહેનને છેલ્લા બે ત્રણ વર્ષથી વતનમાં રહેતો અજય બાલુ કાનાણી પ્રેમસંબંધ બાધવા માટે ફોન કરી હેરાન પરેશન કરે છે જે અંગે યુવતીએ વાત કરતા કોષિક દ્વારા અનેકવાર અજયને સમજાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દરેક વખતે અજયે મારી બહેન સાથે લગ્ન કરીશ અને તે મારી નહી થાય તો કોઈની નહી થવા દઉ અને તેની સાથે જે પણ લગ્ન કરશે.

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! યુવકે સીડીમાં મહિલાને બાથમાં લીધી, ડ્રેસ ફાડી નાંખ્યો, પતિને નીચે ફેંકવાની આપી ધમકી

આ પણ વાંચોઃ-ભુજઃ 12 લાખની નકલી નોટો સાથે MPના દંપતી ઝડપાયું, વેપારીઓને નકલી નોટોથી પધરાવી કર્યું શોપિંગ

તેને હું મારી નાંખીશ તેવી ધાક ધમકી આપતો હતો. દરમિયાન કોશિકની બહેની સગાઈ કામરેજના ગઢપુર રોડ ખડસદ ગામે રહેતા ચિરાગ બાલુભાઈ કુંભાણી સાથે નક્કી થઈ હતી અને સગાઈ 18મી માર્ચના રોજ સુરતમાં પુણાગામ ખાતે રહેતા તેના ભાઈના ઘરે હતી. ગઈકાલે ઘરમાં  સગાઈની તૈયારીઓ ચાલતી હતી.

આ પણ વાંચોઃ-યુવતીને ખભા ઉપર બેસાડી યુવતીનો બૂલેટ ઉપર ખતરનાક સ્ટંટનો live video, પોલીસ ફટકાર્યો રૂ. 28,000નો દંડ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ રવિવારની સાંજે દંપતીને હોલટમાં જમવાનું પાંચ લાખ રૂપિયામાં પડ્યું, વાંચો ચેતવણી રૂપ કિસ્સો

સાંજે ચારેક વાગ્યે ચિરાગ સગાઈની તૈયારીને લઈને ઘરે આવ્યો હતો.ઘરમાં બધા બેસીને સગાઈની તૈયારી અંગે વાત કરતા હતા તે વખતે એકાએક અજય કાનાણી તેના સાગરીતો સાથે હાથમાં ચપ્પુ લઈને ઘરમાં ધસી આવ્યો હતો.  ચપ્પુ બતાવી કોશિષ સહિતના લોકોને સોફા ઉપર બેસી રહેજા નહીતર તમામને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
" isDesktop="true" id="1080920" >રસોડામાં કામ કરતી યુવતીને હાથ પકડી ચપ્પુની અણીએ રસોડામાંથી બહાર ખેચી લાવ્યો હતો.  તે દરમિયાન ચિરાગ છોડાવા માટે વચ્ચે પડતા તેના જાંઘના ભાગે ચપ્પુના ઘા મારી યુવતીનું બાઈક પર અપહરણ કરી નાસી ગયો હતો. બનાવ અંગે કોષિકે વતનમાં માતા-પિતાને ફોનથી જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.
Published by:ankit patel
First published:

Tags: Latest crime news, Surat latest crime news, Surat na samachar

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन