'આજે તું બચી ગયો, હવે પછી સુરતમાં દેખાઈશ તો જાનથી મારી નાખીશું', જમીન દલાલને ઉઠાવી જઈ ઢોર માર માર્યો

'આજે તું બચી ગયો, હવે પછી સુરતમાં દેખાઈશ તો જાનથી મારી નાખીશું', જમીન દલાલને ઉઠાવી જઈ ઢોર માર માર્યો
સુરત પોલીસની ફાઇલ તસવીર

સુરતના વેસુ વિસ્તારનો કિસ્સો, પ્રેમિકા સાથે હોટલમાં રોકાવા આવેલા જમીન દલાલને ચાર શખ્સો ઉઠાવી ગયા

  • Share this:
શહેરના વેસુ વિસ્તારની સગુન હોટલમાં ગર્લફ્રેન્ડ સાથે રહેતા માથાભારે જમીન દલાલ  પર રવિવારે રાત્રે વેસુ કેનાલ રોડ આગમ સ્કેવર પાસે સિગારેટ પીવા માટે ગયો હતો તે વખતે બે મોપેડ ઉપર આવેલા ચાર અજાણ્યા તેના ઉપર હુમલો કર્યો હતો તેમજ મોપેડ ઉપર અપહરણ કરી અંબાનગર ખાતે લઈ જઈ ફરીથી ઢોર મારમાર્યો હતો.  જાકે તે સમયે લોકો ભેગા થઈ જતા અજાણ્યા હુમલાખોરોએ 'આજે તો તુ બચી ગયો આજ પછી સુરતમાં દેખાશે તો જાનથી મારી નાંખીશ' હોવાની ધમકી આપી નાસી ગયા હતા. પોલીસે વિપલ ટેલરની ફરિયાદ લઈ ચાર અજાણ્યાઆ શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ઉમરા પોલીસના જણાવ્યા મુજબ વેસુ સ્વસ્તિક રેસીડેન્સીમાં રહેતા વિપલ મનીષ ટેલર છેલ્લા ત્રણેય વર્ષથી તેના માતા-પિતાથી અલગ રહી જમીન દલાલીનું કામકાજ કરે છે અને નવેક મહિનાથી તેની ગર્લફ્રેન્ડ સાથે રહે છે. અને હાલમાં ત્રણેક દિવસથી વેસુ સગુન હોટલમાં રહે છે. વિપલ ગઈકાલે રાત્રે સાડા નવેક વાગ્યે જમ્યા બાદ સિગારેટ પીવા માટે મોપેટ લઈને વેસુ આગમ સ્કેવર ખાતે આવેલ દુબે પાન સેન્ટર ઉપર ગયો હતો તે વખતે તેની ગર્લફ્રેન્ડ રીયા રાજપુતનો ફોન આવતા તેની સાથે વાતચીત કરતો હતો તે દરમિયાન બે મોપેડ ઉપર આવેલા ચાર અજાણ્યા શખ્સોએ તેની પાસે આવી કઈ પણ પુછ્યા વગર તેના ઉપર હુમલો કરી માર મારવા લાગ્યા હતા.આ પણ વાંચો :   સુરત : જીલાની બ્રિજ પર મોતના કૂવાનો ખેલ કરતા લબરમૂછિયા ઝડપાયા, જોખમી સ્ટન્ટનો વીડિયો

જેથી વિપલે શુ કામ મારો છો તેમ પુછતા ગાળાગાળી કરી એક જણાએ હાથનું કડું કાઠીને મોઢાના હોઠના ભાગે મારતા લોહી નિકળવા લાગ્યું હતું વિપલે પોતાનો બચાવ કરવા માટે તેની પાસેનુ પેપર સ્પ્રે અજાણ્યા શખ્સો ઉપર છાટ્તા તેઓ વધારે ઉશ્કેરાઈને દાઢીના ભાગે ધારદાર વસ્તુ માયું હતું. ત્યારબાદ મોપેડ ઉપર બળજબરી પુર્વક બેસાડી અપહરણ કરી આગમ સ્કેવરથી કેનાલ રોડ થઈ અંબાનગર લઈ ગયા હતા અને ત્યાં ફરીથી ગડદા પાટુનો તથા ઢીકમુક્કીનો મારમાર્યો હતો.

આ પણ વાંચો :  સુરત : 'મમ્મી-પપ્પા, મારા પર લોકોનું પ્રેશર છે, I am Sorry', વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી વેપારીનો આપઘાત

લોકો ભેગા થઈ જતા આરોપીઓએ 'આજે તો તુ બચી ગયો આજ પછી સુરતમાં દેખાશે તો તને જાનથી મારી નાંખીશું' તેમ ધમકી આપી નાસી ગયા હતા. વિપલ ત્યાંથી મેઈન રોડ પર આવી રીક્ષામાં બેસી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ગયો હતો. પોલીસે વિપલની ફરિયાદ લઈ ચારેક અજાણ્યા શખ્સાો  સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.અત્રેઉલ્લેખનીય છે કે વિપલ ટેલર સામે અગાઉ મારમારી, ધાતક હથિયાર સહિતના અનેક ગુનાઓ પોલીસમાં નોîધાયા છે.
Published by:Jay Mishra
First published:October 20, 2020, 17:48 pm

ટૉપ ન્યૂઝ