સુરતઃ સુરતના અમરોલી (surat news) સાયણ ચેક પોસ્ટ પાસેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે (surat crime branch) એક કન્ટેનરમાં રૂા. 17 લાખની કિંમતના વિદેશી દારૂના (liquor) જથ્થાને પડી પાડ્યો હતો. પોલીસે ડ્રાઇવરની (driver) પુછપરછ કરતા આ સમગ્ર દારૂ ફિરોઝ અને સલીમ ફૂટે મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા એક આરોપીએ તો પોલીસની ઉપર ક્રેટા કાર ચઢાવી દેવાનો પ્રયાસ પણ કર્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે તેઓએ અમરોલી ચેક પોસ્ટ નજીક જીજે-15વાયવાય-5127 નંબરના ટાટા એલપી ટ્રકને પકડી હતી. પોલીસે આ કન્ટરને સાઇડમાં ઊભુ રખાવીને તપાસ કરતા અંદરથી ચોરખાના મળી આવ્યા હતા અને તેમાંથી રૂા. 16.87 લાખની કિંમતનો 8820 નંગ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કન્ટેનરના ડ્રાઇવર દિપેન્દ્ર સતેન્દ્ર બહાદુરસિંહને પકડી પાડ્યો હતો.
આ બંનેએ બૂલાત કરી હતી કે, દારૂનો જથ્થો લાલગેટ મોમનાવાડના માથાભારે ફિરોઝ ફૂટવાલા અને તેનો ભાઇ સલીમ ફૂટવાલાએ વાપીમાં રહેતા પરમેશ્વર ઉર્ફે શાહુ પાંડે પાસેથી દારૂનો માલ મંગાવ્યો હતો અને પરમેશ્વરે ટ્રકમાં ભરીને ડ્રાઇવર દિપેન્દ્રસિંહને મોકલાવ્યો હતો. દિપેન્દ્રસિંહ નેશનલ હાઇવે નંબર-8 ઉપરથી રાજ હોટેલની અંદરથી ટ્રક લઇને સુરત આવ્યો હતો. અહીં મોહંમદ ઝુબેર ટ્રકમાં બેસી ગયો હતો.
આ ટ્રકમાંથી કેટલોક દારૂનો જથ્થો ઓલપાડના બુટલેગરો અશ્વિન, સની તેમજ રાજને આપવાનો હતો, બનાવ અંગે પોલીસે ટ્રક સહિત રૂા. 31 લાખનો મુદામાલ કબેજ કરીને દિપેન્દ્ર તેમજ મોહંમદ ઝુબેરની ધરપકડ કરી હતી. આ સાથે જ ફિરોઝ ફૂટ, સલીમ કૂટ, પરમેશ્વર પાંડે, અશ્વિન ઓલપાડ, સની અને રાજુ તેમજ યુસુફ નાસીરભાઇ ભાયાને વોન્ટેડ જાહેર કરી વધુ પુછપરછ શરૂ કરી છે.
ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે પકડાયેલો મોહંમદ ઝુબેરે સને-2021ના ફેબ્રુઆરી મહિનામાં સચીન તરફથી દારૂ ભરેલી કાર લઇને સુરતમાં આવી રહ્યો હતો. આ દરમિયાન સચીન પોલીસ મથકના કોન્ટેબલે સફેદ કલરની ટા ગાડીને પકડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મોહંમદ ઝુબેર ગાડી હંકારતો હતો અને તેને પોલીસની ઉપર જ ગાડી ચઢાવી દઇને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે જે-તે સમયે પોલીસે ગુનો નોંધીને મોહંમદ ઝુબેરની ધરપકડ પણ કરી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર