સુરતઃ મહિલા ડોક્ટરે પ્રસૂતાને કાનમાં સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટથી કર્યા ઘા

News18 Gujarati
Updated: February 24, 2019, 10:06 AM IST
સુરતઃ મહિલા ડોક્ટરે પ્રસૂતાને કાનમાં સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટથી કર્યા ઘા
ફાઇલ તસવીર

નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરે એક પ્રસૂતાને કાનમાં સર્જિકલ ઇન્સ્ટુમેન્ટ મારી દેતા ભારે હંગામો થયો હતો.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરે એક પ્રસૂતાને કાનમાં સર્જિકલ ઇન્સ્ટુમેન્ટ મારી દેતા ભારે હંગામો થયો હતો. સંબંધીઓ અને રેસિડેન્ટ ડોક્ટરો વોર્ડની બહાર આવી પહોંચતા પરિસ્થિતિ વણસે તે પહેલા પોલીસ સિવિલમાં દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. ખટોદરા પોલીસે ફરિયાદ લઇ બીજા વર્ષની રેસિડેન્ટ ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

મળતી માહિતી પ્રમાણે ભેસ્તાન ખાતેના સુડા આવાસમાં રહેતી રૂચીબહેન નિતેશ તિવારીને ગત તા.21મી પ્રસૂતિ પીડા ઉપડી હતી. ત્યારબાદ તેણીને સિવિલ ખસેડાઇ હતી. જ્યાં બીજા દિવસે સવારે રૂચીબહેનને બાળકીને જન્મ આપ્યો હતો. જોકે, પ્રસૂતિ સમયે ટાંકા આવ્યા હતા. જે દિવસ દરમિયાન ખૂલી જતા અસહ્ય દુઃખાવો શરૂ થયો હતો.

રાત્રીના સમયે ડો.કૃપાલીબહેન તેણીને બીજા વોર્ડમાં લઇ ગઈ હતી. થોડા સમય બાદ રૂચીબહેન રડારોડ કરતા પોતે દાખલ હતી. તે વોર્ડ તરફ દોડી આવી હતી. તેણીના કાનમાંથી લોહી નીકળતું જોઇ પતિ નિતેશ તથા અન્ય દર્દીના સગા સંબંધી તેણીની પાસે દોડી આવ્યા હતા. રૂચીબહેનના કહેવા પ્રમાણે વોર્ડમાં ટાંકા લેતી વખતે ડો.કૃપાલીબહેને તેણીને થાપડ મારી હતી. તેમજ સર્જિકલ ઇન્સ્ટુમેન્ટ કાનમાં મારી દઇ ઇજા પહોંચાડી હતી.

આ પણ વાંચોઃ-પાર્કિંગ પોલિસીને કારણે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવશે: સુરત પોલીસ કમિશ્નર

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ અંગે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના પગલે પોલીસે કરેલી પૂછપરછમાં ડો.કૃપાલીએ જણાવ્યું હતું કે, ટાંકા લેતી વખતે રૂચીબેનને દુખાવો થતો હોય માથુ આમતેમ ફેરવી રહી હતી. તે સમયે તેણીની કાનની બુટ્ટીના લીધે કાનમાં ધસરકો લાગતા ઇજા થઇ હતી. જેને લીધે લોહી નીકળ્યું હતું. તેણીને મારવાની વાત ખોટી છે.
First published: February 24, 2019, 9:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading