Home /News /south-gujarat /સુરતમાં Corona માટે જરૂરી ઈન્જેક્શનની બૂમ બંધ થશે, સરકારે સુરતને પહોંચાડ્યો ઈન્જેક્શનો જથ્થો

સુરતમાં Corona માટે જરૂરી ઈન્જેક્શનની બૂમ બંધ થશે, સરકારે સુરતને પહોંચાડ્યો ઈન્જેક્શનો જથ્થો

આ ઈન્જેક્શન સુરતની નવી સિવિલ હોસ્પિટલ સાથે સ્મીમેર અને ખાનગી હોસ્પિટલને ફાળવવામાં આવ્યા છે.

આ ઈન્જેક્શન સુરતની નવી સિવિલ હોસ્પિટલ સાથે સ્મીમેર અને ખાનગી હોસ્પિટલને ફાળવવામાં આવ્યા છે.

    સુરતમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જોકે દરરોજ અસંખ્ય દર્દી કોરોનાની ચપેટમાં આવી રહ્યા હતા, ત્યારે કોરોનાને લઇને કેટલાક દર્દીને ઓક્સિજનની કમી ઉભી થતા તબીબો દ્વારા આપવામાં આવતા ઇજેકશનની અછત સર્જાતા કેટલાક દર્દીના મોત થયાનું સામે આવતા, આજે સરકાર દ્વારા આ મામલે ગંભીરતા પ્રમાણે વિચાર કર્યા બાદ આજે સુરતને 450 ટોસિલિઝુમેબ અને 135 ઈટોલિઝુમેબ ઈન્જેક્શનની ફાળવણી કરી છે. જોકે આ ઈન્જેક્શન સુરતની નવી સિવિલ હોસ્પિટલ સાથે સ્મીમેર અને ખાનગી હોસ્પિટલને ફાળવવામાં આવ્યા છે.

    સુરતમાં કોરોનાના દર્દીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના દર્દીની સારવાર દરમિયાન ઓક્સિજન લેવામાં તકલીફ પડે છે ત્યારે તબીબો દ્વારા ઓક્સિજન માટે અલગ-અલગ બે ઈન્જેક્શન આપવાની સલાહ આપવામાં આવે છે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની શોર્ટેજ સર્જાઈ હતી. એને લઈને ઈન્જેક્શન ન મળતા મોત થયાનું સામે આવ્યુ હતું.

    આ પણ વાંચો - સુરત: માસ્ક ન પહેરનાર યુવક પર પોલીસે છૂટો દંડો મારી માથુ ફાડી નાખ્યું! Video વાયરલ

    જોકે સરકાર દ્વારા ઈન્જેક્શનની વ્યવસ્થા નહીં કરવામાં આવતા, લોકોમાં રોષ જોવા મળ્યો હતો, જેથી આ માંગને પહોંચી વળવા રાજ્ય સરકારે ઈન્જેક્શનની વિદેશથી આયાત કરવાની સાથે ઈટોલિઝુમેબ ઈન્જેક્શનને મંજૂરી આપીને બન્ને ઈન્જેક્શન ફાળવ્યાં છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સુરતને 450 ટોસિલિઝુમેબ- સ્વિસ હેલ્થ કેર રોચ અને 135 ઈટોલિઝુમેબ-બાયોકેમ ઈન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે.
    " isDesktop="true" id="1003950" >

    રાજ્ય સરકારે ફાળવેલા આ ઈન્જેકશન સિવિલ હોસ્પિટલ સુરતને 100, સ્મીમેર હોસ્પિટલ માટે 50, અન્ય ખાનગી હોસ્પિટલોને 200 તથા જાહેર મેડિકલ સ્ટોર્સ માટે 100ની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે ઇટોલિઝુમેબ-બાયોકેમ 135 ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે. ટોસિલિઝુમેબ ઈન્જેક્શન વિદેશથી આયાત કરવામાં આવે છે જ્યારે ઈટોલીઝુમેબ ઇન્જેક્શન ભારતમાં જ બને છે.
    First published:

    विज्ञापन
    विज्ञापन