સુરત કડોદરા રોડ કુંભારીયા ગામ ખાતે આવેલ ધી કુંભારીયા વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના સેક્રેટરી અને કલાક દ્વારા ત્રણ વર્ષમાં મંડળીના સભાસદો દ્વારા કોઈ ખાતર સહિતના માલ સામાનની ખરીદી ન કરી હોવા છતાંયે બોગસ બિલો બનાવી માલ ખરીદી અન્યને વેચાણ કરી રૂપિયા 66. 31 લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ હતી. જેમાં પોલીસે ઉચાપત કરનાર સેક્રેટરી અને કલાકની ધરપકડ કરી છે.
કાપોદ્રા કમલપાર્ક સોસાયટીમાં રહેતા ખેતી નિયામક અધિકારી સંજય કાંતીભાઈ સોલંકીઍ ગઈકાલે કુંભારીયા ગામ ખાતે આવેલ ધી કુંભારીયા વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના સેક્રેટરી ભરત નાનજી ખોખર અને મંડલીના કલાર્ક- સુપરવાઈઝર નિલેશ રમેશ પટેલ સામે ફરિયાદ નોîધાવી હતી જેમાં સંજયભાઈઍ જણાવ્યું હતું કે આરોપી ભરત ખોખરને તેમની કચેરીમાંથી લાયસન્સ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : અમરેલી : સુરતના પરિવારની કાર પલટી જતા અકસ્માત, બે મહિલાનાં મોત, પાંચ ઇજાગ્રસ્ત
જેમાં ખાતર લગત તમામ ખાતરો પોતે લે-વેચ કરશે તેમજ તમામ હિસાબ, રજીસ્ટરો નિભાવશે તેમ છતાં મંડળીઍ રાખેલ કલાર્ક નિલેશ પટેલને તમામ ફરજા સોપી હતી. અને નિલેશ ગત 2017થી 31ઓક્ટોબર 2020 સુધીમાં મંડળીના કમીટી સભાસદોઍ ખાતર તથા માલ સામાનની મંડળીમાંથી ખરીદી કરી નહોવા છતાંયે સભાસદોના નામે ખોટા બીલો બનાવી તેમના નામે ખોટી ઉઘરાણી બતાવી બનાવેલા બીલો મુજબનો માલ પોતે અન્યને વેચાણ કરી રોકડા રૂપિયા પોતે મેળવી મંડળીમાંથી રૂપિયા 66,31,654ની ઉચાપત કરી હતી.
આરોપીઓઍ પૈસા પોતાના અંગત કામોમાં વાપરી મંડળી અને સરકાર સાથે છેતરપિંડી કરી હતી. આખો મામલો ઓડીટમાં બહાર આવ્યો હતો. પોલીસે સંજયભાઈની ફરિયાદ લઈ પુણા પોલીસ માં ફરિયાદ આપી આરોપીઓ સામે ગુનો દાખલ કારવિયો હતો.
આ પણ વાંચો : સુરત : 'મારી પાસે મરવા સિવાયનો કોઈ રસ્તો નથી, મારી મોતના જવાબદાર પત્ની અને તેનો પ્રેમી છે'
જેને લઈને પોલીસે ગણતરીના કલાકોમાં સેક્રેટરી ભરત નાનજી ખોખર અને મંડલીના કલાર્ક- સુપરવાઈઝર નિલેશ રમેશ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જોકે સરકારી અને તેમાં પણ ખેડૂતોને આપવા માટે મોકલવામાં આવતું ખાતર આ કૌભાંડ પાછળ કોણ કોણ છે અને કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે