Home /News /south-gujarat /

'પપ્પા હું બારીમાંથી કુદી જાવ છું, મારો જીવ બચાવવાની કોશિશ કરીશ'

'પપ્પા હું બારીમાંથી કુદી જાવ છું, મારો જીવ બચાવવાની કોશિશ કરીશ'

ક્રિષ્ણાની ફાઇલ તસવીર

સુરતનાં ક્લાસિસમાં લાગેલી આગને કારણે રાજ્યનાં તમામ લોકો શોકની લાગણી અનુભવી રહ્યાં છે.

    ન્યૂઝ 18 ગુજરાતી : સુરતનાં ક્લાસિસમાં લાગેલી આગને કારણે રાજ્યનાં તમામ લોકો શોકની લાગણી અનુભવી રહ્યાં છે. ત્યારે આ દુખદ ઘટનામાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. આ આગથી સુરતની ક્રિષ્ણાએ પણ પોતાની જીંદગી ગુમાવી છે. તેની અંતિમ ક્ષણોમાં તેણે પોતાનાં પિતા સાથે વાત કરી હતી.

    'જીવ બચાવવાની કોશિષ કરીશ પપ્પા'

    આ પણ વાંચો : સુરત: વિદ્યાર્થીઓનો કેચ પકડવા દોડેલા ચારના હાથ ભાંગ્યા, જમીન સાથે ચોંટી ગયા મૃતદેહો

    ક્રિષ્ણાએ છેલ્લી વખત પપ્પા સાથે વાત કરતા કહ્યું હતું કે, 'પપ્પા ક્લાસિસનાં બિલ્ડીંગમાં આગ લાગી છે. નીચે અમારો લાકડાનો દાદરો પણ બળીને ગયો છે. નીચે ઉતરવાનો કોઇ રસ્તો જ નથી. પપ્પા બધા બારીમાંથી નીચે કૂદી રહ્યાં છે. હું પણ બારીમાંથી કુદવા જાઉં છું. જીવ બચાવવાની કોશિશ કરીશ પપ્પા'

    આ પણ વાંચો : સુરત દુર્ઘટના : ધોરણ-10ની સ્ટુડન્ટે સમયસૂચકતાથી બચાવ્યા બીજાના જીવ

    પિતાએ ફરી ફોન કર્યો અને ...

    આ ફોન કપાયો કે તરત જ તક્ષશીલા બિલ્ડીંગની પાછળ રહેતા પિતા અને પરિવારજનો ત્યાં આવી ગયા હતાં. ત્યારે ખબર પડી કે આગમાંથી બચાવાયેલા, ચોથે માળેથી કુદેલા અને આગમાં ભડથું થયેલા લોકોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં. એટલે તેમણે તરત જ દીકરીને ફોન કર્યો હતો. પરંતુ આ વખતે દીકરી ફોન ઉપાડવા માટે દીકરી દુનિયામાં રહી ન હતી. કોઇ બીજા ભાઇએ ફોન ઉપાડીને કહ્યું કે, હું મારી દીકરી ક્રિષ્ણાને શોધુ છું. મેં એને ફોન કર્યો છે. ફોન ઉપાડનાર ભાઇએ કહ્યું કે, 'તમે પહેલા સ્મીમેર આવી જાવ. અત્યારે હું ત્યાં છું અને અહિં તક્ષશીલામાંથી આગમાં બળી ગયેલી તમામ બોડી આવી છે એ બોડી પાસેથી જ મને આ ફોન મળ્યો છે.'
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Surat Fire, Surat tragedy, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन