Home /News /south-gujarat /

જાણો, સુરતમાં કોણ છે ઉમેદવાર અને કોનું છે રાજકીય ભાવી દાવ પર

જાણો, સુરતમાં કોણ છે ઉમેદવાર અને કોનું છે રાજકીય ભાવી દાવ પર

Button Dabao Desh Banao

આજે તમામ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન કેન્દ્ર પર સવારથી જ ચૂંટણી માહોલ સર્જાયો છે.

    ગુજરાતમાં 26 લોકસભા સીટો પર ચૂંટણી યોજાઇ રહી છે. લોકસભા ચૂંટણીને લઇને મતદાન કેન્દ્ર પર સવારથી જ ચૂંટણી માહોલ સર્જાયો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં ભાજપ ઉમેદવાર દર્શનાબહેન જરદોશ અને કોંગ્રેસ ઉમેદવાર અશોક અધેવડા વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે.

    2019ની લોકસભા ચૂંટણીનું મતદાન કુલ સાત તબક્કામાં થવાનું છે. જેમાં ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠક છે, જેમાં 20 બેઠકો બિનઅનામત છે, ચાર બેઠકો શિડ્યુલ્ડ ટ્રાઇબ તથા બે બેઠકો શિડ્યુલ્ડ કાસ્ટ માટે અનામત રાખવામાં આવી છે.



    આજે તમામ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. સુરતની અનેક સોસાયટી, પાનના ગલ્લા અને દુકાનો બહાર મતદાન કરવા માટેના બેનર જોવા મળી રહ્યાં છે. જે રીતે મતદાન માટે જાગૃત્તિ કરવા માટે બેનરો લાગી રહ્યાં છે. તે જોતા મતદાનનું પ્રમાણ વધી શકે તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ મતદાન જાગૃત્તિ છતાં પણ આકાશમાંથી વરસતી  ગરમીના કારણે મતદાનમાં બપોર દરમિયાન ઉદાસીનતા જોવા મળે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.

    રાજકીય ઇતિહાત



    2014ના પરિણામની વાત કરીએ તો ગઇ લોકસભા ચૂંટણીમાં દર્શનાબેન જરદોશને 5 લાખ 33 હજાર વોટ મળ્યા હતા. સરતના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો 1989માં ભાજપે સુરત લોકસભા બેઠકમાં એન્ટ્રી કરી અને ભાજપમાંથી કાશીરામ રાણા સાંસદ બન્યા તો 1991થી 2004 કાશીરામ રાણા સાંસદ રહ્યા હતા, 2009માં દર્શનાબેન જરદોશ સુરતના પ્રથમ મહિલા સાંસદ બન્યા હતા. જ્યારે 2014 પણ દર્શનાબેન જરદોશે જીત મેળવી હતી.......
    First published:

    Tags: Ashok Adhevada, Darshne ben jardosh, Loksabha election 2019, કોંગ્રેસ, ભાજપ, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन